લાયકાત વગરના લોકોને ચૂંટી નાખવાની ભૂલ ફરી ન થાય એની તકેદારી રાખજો

Published: 10th October, 2014 05:54 IST

ચૂંટણીનો પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. જનતાને લલચાવવામાં રાજકારણીઓ પહેલા નંબરે આવે છે. જાતજાતની લોભામણી ઑફરોમાં બાટલી હોય કે બિરયાની, વોટ મેળવવા તેઓ કોઈ પણ જાતની હદ પાર કરી દે છે.




બિન્દાસ બોલ - પ્રકાશ ગોહિલ, પ્રૉપર્ટી કન્સલ્ટન્ટ, અંબરનાથ

ચૂંટણીનો પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. જનતાને લલચાવવામાં રાજકારણીઓ પહેલા નંબરે આવે છે. જાતજાતની લોભામણી ઑફરોમાં બાટલી હોય કે બિરયાની, વોટ મેળવવા તેઓ કોઈ પણ જાતની હદ પાર કરી દે છે. લાલો લાભ વગર ન લોટે. એક વાર સત્તા પર આવ્યા પછી તે જનતા જનાર્દનને નચાવે છે. એટલે તમારા એરિયામાં ઊભેલા ઉમેદવારને તમે કેટલું ઓળખો છો? એ વ્યક્તિ ખરેખર કામ કરવાવાળી છે કે નહીં? એ જાણવું અત્યંત જરૂરી છે. પૉલિટિક્સ એક એવી રાજરમત છે જેમાં પગ મૂકતાં સારા રાજકારણીઓ પણ મેલી રમતો રમતા થઈ જાય છે. એટલે જ આવે વખતે કોનો ભરોસો કરવો અને કોનો નહીં એ તકેદારી જરૂરી થઈ પડે છે. પૉલિટિક્સમાં જનારા મોટા ભાગના લોકોનો એક જ મકસદ છે અને એ છે પોતાની તિજોરીને ધનથી છલોછલ ભરી દેવી. આગળ પહેલાં ઘણી વાર આપણે લાયકાત વગરના લોકોને વોટ આપી ચૂંટીને સત્તા પર લાવ્યા છીએ અને ભૂલો કરતા રહ્યા છીએ એટલે હવે ફરી પાછી આવી ભૂલ ન થાય એટલા ચોક્કસ રહેવાની જરૂર છે નહીં તો દેશનો વિકાસ તો થવાની વાત બાજુએ રહી, પણ ચૂંટાઈને પાંચ વર્ષ માટે જે નેતા સત્તા પર આવશે તે ખુદનો લાભ અને વિકાસ જરૂર સાધી લેશે. પૂરતી તપાસ બાદ જ કોઈ પણ નિશાની પર મહોર મારજો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK