ચૂંટાયેલા સભ્યો ગમે ત્યારે પક્ષપલટો ન કરી શકે એવા કડક કાયદાની જરૂર છે

Published: 8th October, 2014 05:30 IST

રાજકારણમાં પડેલી વ્યક્તિને શું કોઈ પ્રકારના નીતિનિયમો લાગુ જ નથી પડતા? ઇલેક્શનમાં ઊભેલો ઉમેદવાર ગમે ત્યારે પક્ષપલટો કરી શકે? અંગત સ્વાર્થ કે રૂપિયા માટે તે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જોડાઈ જાય છે.




બિન્દાસ બોલ - સંદીપ શાહ, ડ્રાયફ્રૂટ્સ-મસાલાના વેપારી, નળબજાર

છડેચોક નોટોનાં બંડલોની લેવડદેવડ થતી રહે છે. છૂટા હાથે સંસદમાં મારામારી થાય છે. સ્પીકરની અવગણના થાય છે. આ બધી બાબતો શું દર્શાવે છે? બીજી બાજુ નેતાઓનાં કૌભાંડ અને ભ્રષ્ટાચારને સમજતાં ન્યાયતંત્ર અને અદાલતને વર્ષોનાં વર્ષો લાગી જાય છે! સાક્ષીઓ ફરી જાય છે. વકીલો અને ન્યાયાધીશો સુધ્ધાં બદલાઈ જાય છે. જાણે સત્તા આગળ બિચારો કાયદો પણ લાચાર બની ગયો છે. આ તે લોકશાહી છે કે લૂંટશાહી? લોકશાહીને મજાક બનાવી દીધી છે. આવું જ થતું રહેશે તો દેશ બરબાદ થઈ જશે. સૌથી મુખ્ય તો જેને ખરેખર સેવા કરવી છે તેને પ્રચારની જરૂર સુધ્ધાં છે ખરી? હકીકતમાં તો પ્રત્યેકે પોતાની જવાબદારી પ્રામાણિકપણે નિભાવવી જોઈએ અને પક્ષમાંથી ચૂંટાયેલા સભ્યો ગમે ત્યારે પક્ષપલટો ન જ કરી શકે એવો કડક કાયદો બનાવવો જોઈએ. પ્રત્યેક સંજોગોમાં તેણે પ્રજા તેમ જ પોતાના પક્ષ માટે વફાદાર રહેવું જોઈએ. નોકરીમાં જેમ અમુક વયમર્યાદા બાદ રિટાયરમેન્ટ મળે છે એમ રાજકારણમાં પણ હોવું જોઈએ જેથી યુવાધનને પૉલિટિક્સમાં કામ કરવાનો મોકો મળે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK