આળસ ખંખેરીને ફરી વોટિંગ માટે સુસજ્જ થવાનો સમય આવી ગયો છે

Published: 7th October, 2014 05:23 IST

જેમ વિકાસ સાધવો અને પ્રગતિને પંથે જવું આપણા હાથમાં હોય છે એ જ રીતે સારી સરકાર લાવવી પણ આપણાં હાથમાં જ છે.
બિન્દાસ બોલ - ચેતન મણિયાર, હાર્ડવેર સપ્લાયર, વિરાર


વિધાનસભાની ચૂંટણી નજીક આવી ચૂકી છે એટલે ફરી એક વાર આળસ ખંખેરવાનો સમય આવી ગયો છે. આ વખતે પણ આપણે આપણા હકનો પૂરેપૂરો ઉપયોગ કરી દેખાડવાનો છે. એમાંય તમામ યંગસ્ટર્સે તો ખાસ સુસજ્જ થઈને બહાર નીકળવાની જરૂર છે. જૂના પક્ષને આપણે ઘણો સમય આપી ચૂક્યા છીએ, છતાં મોંઘવારીથી માંડી કૌભાંડો કે ભ્રષ્ટાચાર કોઈ બાબતનો નિવેડો નથી આવ્યો. તો પછી જેણે કશું ઉકાળ્યું જ નથી એને બદલે નવા પક્ષને શા માટે મોકો ન આપવો? આમ પણ બદલાવ હંમેશાં જરૂરી હોય છે. જેમ તાજેતરમાં કેન્દ્રમાં આપણી સરકારને ચોખ્ખી બહુમતી મળી છે એ જ રીતે જો વિધાનસભાની ચૂંટણીમાં પણ ફરી એક વાર કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળે એ જરૂરી છે. બની શકે કે બગડેલું તંત્ર સુધરે. કેન્દ્રમાં અત્યારે જે કુનેહ અને ર્દીઘદૃષ્ટિથી નરેન્દ્ર મોદી બદલાવની કોશિશ કરી રહ્યા છે એ જોતાં આશા વધુ ને વધુ બળવત્તર બની રહી છે. દૂરંદેશી કેળવવાની સાથે-સાથે જો ખરેખર લૂંટાઈ ન જવું હોય તો પ્રત્યેક પુખ્ત નાગરિકે સજાગ થઈને સોએ સો ટકા મતદાન કરવું જરૂરી છે. તો જ આપણું ભવિષ્ય ઉજ્જ્વળ દિશા તરફ જઈ શકશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK