કિંમત એ જ, પ્રોડક્ટના પ્રમાણમાં ઘટાડો થયો છે એની નોંધ કેટલા જણ લે છે?

Published: Oct 06, 2014, 05:25 IST

મોંઘવારીની બૂમાબૂમ થઈ રહી છે ત્યારે જુદી-જુદી પ્રોડક્ટ્સની કંપનીઓ નવા નુસખા લાવી રહી છે. એટલે ‘સાપ મરે ઔર લાઠી ભી ન તૂટે’ એવો ખેલ ચાલી રહ્યો છે.


બિન્દાસ બોલ - દીપક મોદી, સોશ્યલ વર્કર, મલાડ

ધારો કે ૧૦૦ ગ્રામનું બિસ્કિટનું પૅકેટ ૧૦ રૂપિયામાં મળતું હોય તો એની કિંમત એની એ જ રાખવામાં આવે છે અને પૅકેટના વજનમાં ઘટાડો કરી દીધો હોય છે એટલે બિસ્કિટનો ભાવ નથી વધતો. એ તો ૧૦ રૂપિયામાં જ મળે છે પણ ૧૦૦ ગ્રામને બદલે હવે એ ૮૦ ગ્રામના પૅકમાં મળે છે. એવી જ રીતે દાખલા તરીકે હૅન્ડ-વૉશની વાત કરીએ તો એની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો, પણ પહેલાં એ ૧૫૦ ૃશ્ર મળતું હોય તો હવે એ જ કિંમતમાં ફક્ત ૧૨૫ ૃશ્ર મળે છે. લોકો સમજે છે કે ભાવ નથી વધ્યો, પણ હકીકતમાં એટલી જ કિંમતમાં વસ્તુ ઓછી મળે છે. વળી આટલા નજીવા ઘટાડાને લીધે એના પૅકિંગમાં ખાસ ફરક નથી દેખાતો એટલે લોકોનું ધ્યાન એ તરફ જતું નથી. આમ પણ ૨૦-૩૦ ગ્રામ ઓછા વજન માટે આજે લોકો પાસે સમય જ ક્યાં હોય છે? ભાગદોડભરી જિંદગીમાં નોકરીએ આવતાં-જતાં લોકો આવી ઘરવખરી ખરીદતા હોય છે એટલે સમયની મારામારીમાં તેમને આ બધું પરખવાનો ટાઇમ ભાગ્યે જ મળે છે. બીજી બાજુ એની સામે પૈસો છૂટથી વાપરવાની આદત વધી છે એટલે છૂટથી પૈસો ફેંકનારાઓના મગજમાં આવી નોંધ બેસતી જ નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK