Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બાંધકામ ક્ષેત્ર સંબંધી વિદેશી રોકાણના નિયમો હળવા થશે

બાંધકામ ક્ષેત્ર સંબંધી વિદેશી રોકાણના નિયમો હળવા થશે

04 October, 2014 05:36 AM IST |

બાંધકામ ક્ષેત્ર સંબંધી વિદેશી રોકાણના નિયમો હળવા થશે

બાંધકામ ક્ષેત્ર સંબંધી વિદેશી રોકાણના નિયમો હળવા થશે




અફૉર્ડેબલ હાઉસિંગ અને ૧૦૦ સ્માર્ટ સિટી તૈયાર કરવાની વડા પ્રધાનની યોજનાના ભાગરૂપે મોદી સરકાર બાંધકામના ક્ષેત્રે વિદેશી રોકાણ માટેના નિયમો હળવા કરવા વિશે વિચારી રહી છે. એમાં સ્માર્ટ સિટીને સીધા વિદેશી રોકાણની તમામ શરતોથી મુક્ત રાખવા, રોકાણકારો માટે વધુ આકર્ષક બનાવવા તેમ જ ઈઝી એક્ઝિટ વિન્ડો પૂરી પાડવા વિચારી થઈ રહ્યો છે. હાલના ત્રણ વર્ષના લૉક-ઇન પિરિયડને બદલે નવા FDI માહોલમાં ડેવલપર ફૉરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન ર્બોડની મંજૂરી મેળવીને કે પછી પ્રોજેક્ટ પૂરો થયા બાદ બહાર નીકળી શકે છે. અફૉર્ડેબલ હાઉસિંગની કિંમતના ૩૦ ટકા રકમ જમા કરનારા ડેવલપરને લઘુતમ કૅપિટલાઇઝેશન અને એક્ઝિટ સંબંધી બંધનોથી બાકાત રાખવામાં આવશે. આ તમામ સવલતો વિદેશી રોકાણને આકર્ષવા માટે પૂરી પાડવામાં આવી છે. બાંધકામ હેઠળનો એરિયા ૫૦ હજાર ચોરસ ફૂટથી ઘટાડીને ૨૦ હજાર ચોરસ ફૂટ અને લઘુતમ મૂડીરોકાણ ૧૦ અબજ ડૉલરથી ઘટાડીને પાંચ અબજ ડૉલર કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. દેવાંના વધી રહેલા બોજને કારણે વિલંબમાં પડેલા બાંધકામ હેઠળના પ્રોજેક્ટ્સ ઝડપથી પૂરા કરવા સરકાર નિયમોને હળવા બનાવવા માટે વિચારી રહી છે.






સમગ્ર દેશમાં આધુનિક સુવિધાઓ, શિક્ષણ અને રોજગારની તક પૂરી પાડતાં ૧૦૦ સ્માર્ટ સિટી બાંધવાની યોજનાને સાકાર કરવા સરકારે કેન્દ્રીય બજેટમાં ૭૦૬૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ સેક્ટરમાં ૨૦૧૨-’૧૩ની તુલનાએ ૨૦૧૩-’૧૪માં આઠ ટકા ઓછું ૧.૨ અબજ ડૉલરનું સીધું વિદેશી રોકાણ આકર્ષાયું હતું. રોકાણકારો પ્રોજેક્ટ પૂરો થતાં જ કે પછી સ્થાનિક અધિકારીની મંજૂરી મળ્યા બાદ પ્રોજેક્ટ છોડવા વિશે વિચારી રહ્યા હતા. જોકે સરકાર દ્વારા પ્રોજેક્ટ પૂરો થયા બાદના ત્રણ વર્ષના લૉક-ઇન પિરિયડના ગાળાને પડતો મૂકવા વિશે વિચારાઈ રહ્યું છે તથા ડેવલપર પ્રોજેક્ટ પૂરો થતાં જ બહાર નીકળી શકશે. એને લીધે ડેવલપરને પ્રોજેક્ટ જલદી પૂરો કરવા પ્રોત્સાહન મળશે. વર્તમાન નિયમો હેઠળ ટાઉનશિપ વિકસાવવા કડક શરતોને આધીન ઑટોમૅટિક રૂટ દ્વારા ૧૦૦ ટકા FDIને મંજૂરી આપવામાં આવી છે. એમાં સંપૂર્ણ માલિકીની સબસિડિયરી કંપની માટે એક કરોડ ડૉલર અને સંયુક્ત સાહસની કંપનીમાં ૫૦ લાખ ડૉલરના સીધા વિદેશી મૂડીરોકાણને મંજૂરી આપવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2014 05:36 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK