૨૦૧૨ રાષ્ટ્રીય ગણિત વર્ષ જાહેર

Published: 27th December, 2011 05:13 IST

વડા પ્રધાન મનમોહન સિંહે ગઈ કાલે ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની યાદમાં ૨૦૧૨ને રાષ્ટ્રીય ગણિત વર્ષ જાહેર કર્યું હતું. આ સાથે તેમણે કહ્યું હતું કે ‘દેશમાં ગણિતશાસ્ત્રીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે.

આ બાબત ખરેખર ચિંતાજનક છે. ગણિતશાસ્ત્રીઓની સંખ્યા ઓછી હોવા પાછળનું કારણ એ છે કે દેશના મોટા ભાગના લોકો એવું માને છે કે ગણિતના વિષયમાં કોઈ કારકર્દિ નથી. આ માનસિકતા બદલવાની જરૂર છે.’

ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનનો જન્મદિવસ ૨૨ ડિસેમ્બરે હતો. વડા પ્રધાને આ દિવસને ‘નૅશનલ મૅથેમૅટિક્સ ડે’ ઘોષિત કર્યો હતો. ચેન્નઈમાં શ્રીનિવાસ રામાનુજનની ૧૨૫મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે યોજાયેલા એક સમારોહમાં તેમણે આવું કહ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK