2012 Delhi Nirbhaya Case: પહેલીવાર તિહારમાં એક સાથે ચારને અપાઇ ફાંસી

Updated: Mar 20, 2020, 12:35 IST | Gujarati Mid-day Online Correspondent | મુંબઈ ડેસ્ક

ઉત્તર ભારતના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે, જ્યારે એક સાથે ચાર કેદીઓને તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી.

શુક્રવારે સવારે તિહાર જેલ નંબર-3 માં ચારેય આરોપીઓને ફાંસી આપવામાં આવી.
શુક્રવારે સવારે તિહાર જેલ નંબર-3 માં ચારેય આરોપીઓને ફાંસી આપવામાં આવી.

નિર્ભયાના ચારેય દોષીઓ વિનય કુમાર શર્મા, પવન કુમાર ગુપ્તા, મુકેશ સિંહ, અને અક્ષય કુમાર સિંહને શુક્રવારે સવારે 5.30 વાગ્યે ફાંસી આપવામાં આવી. જાણો કેવી રીતે રચાયો આ ઇતિહાસ...

ઉત્તર ભારતમાં પહેલીવાર એકસાથે 4ને ફાંસી અપાઇ
ઉત્તર ભારતના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે, જ્યારે એક સાથે ચાર કેદીઓને તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી. આ પહેલા મહારાષ્ટ્રની પુણે સ્થિત જેલમાં જોશી-અભયંકર મામલે 25 ઑક્ટોબર, 1983ના ચાર કેદીઓને દેશમાં પહેલી વાર એકસાથે ફાંસી આપવામાં આવી હતી. આ ઘટના પણ ખૂબ જ ચર્ચિત થઈ હતી, પણ તે સમયે મીડિયાની ચર્ચામાં છવાઇ ન હતી, જેટલો દિલ્હીનો નિર્ભયા કેસ.

21મી સદીમાં પહેલીવાર કોઇ જલ્લાદએ આપી એકસાથે 4ને ફાંસી
શુક્રવારે સવારે તિહાર જેલમાં ચારેય દોષીએનો આપવામાં આવેલી ફાંસીએ એક ઇતિહાસ પણ રચ્યો. હકીકતે, આ જેલમાં આ પહેલા જલ્લાદ પવનના દાદાએ ઇંદિરા ગાંધીના હત્યારા સતવંત સિંહ અને કેહર સિહંને તિહાર જેલમાં ફાંસી આપી હતી.

દાદાએ 2ને ફાંસી આપી તો, પૌત્રએ ચારને
પવની ત્રીજી પેઢીના જલ્લાદ છે, જેમણે પહેલી વાર ચાર કેદીઓને એકસાથે ફાંસી પર લટકાવ્યા. આ સાથે જ તેમના દાદાએ જ રંગા-બિલ્લાને પણ તિહાર જેલમાં ફાંસીએ ચડાવ્યા હતા, જેમણે ગીતા ચોપરા સાથે પહેલા સામૂહિક દુષ્કર્મ કરીને ગીતા અને તેના ભાઇને મૃત્યુને ઘાટ ઉતાર્યા.

પહેલી વાર કોઇક જલ્લાદને મળશે આટલી રકમ
ઉલ્લેખનીય છે કે મેરઠથી આવેલા જલ્લાદ પવનને ચારેય દોષીઓને ફાંસી આપવાના બદલે કુલ 60,000 રૂપિયા ચૂકવશે. આ પહેલીવાર છે જ્યારે કોઇ જલ્લાદને આટલી રકમ આપવામાં આવશે. કુલ મળીને પ્રત્યેક ફાંસી માટે પવન જલ્લાદને 15,000 રૂપિયા આપવામાં આવશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK