ગુરુવારે સવારે તેનાં માતા-પિતાએ તેના પર બળાત્કાર થયો હોવાની ફરિયાદ ટ્રૉમ્બે પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. આ વિશે જણાવતાં ઍડિશનલ પોલીસ-કમિશનર કૈસર ખાલિદે કહ્યું હતું કે ‘સાંભળી અને બોલી ન શકતી આ ટીનેજરે તેના બીજા સ્ટેટમેન્ટમાં તેના પર બળાત્કાર નહોતો થયો એવું કબૂલ કર્યું છે. હવે પછીનું તેનું સ્ટેટમેન્ટ મૅજિસ્ટ્રેટની સામે લેવામાં આવશે. બુધવારે તેનાં માતા-પિતા બહાર ગયાં હતાં ત્યારે તે ઘરે સ્ટડી કરી રહી હતી, પણ જ્યારે તેઓ પાછાં આવ્યાં ત્યારે તે મિસિંગ હતી અને પછી તે સાંજે સાડાછ વાગ્યે પાછી આવી ત્યારે તેની પૂછપરછ કરતાં ગભરાઈને તેણે તેના પર બળાત્કાર થયો હોવાની વાત ઊપજાવી કાઢી હતી.’
છોકરીએ કરેલી ખોટી ફરિયાદને કારણે હવે છોકરીનાં માતા-પિતાએ પોલીસની માફી માગી છે અને પોલીસ તેમને જે કંઈ સજા આપે એ ભોગવવાની તૈયારી બતાવી છે.
આ છોકરીની એક ફ્રેન્ડે બે કથિત આરોપીઓને પોલીસને કહીને પકડાવી દીધા હતા. જોકે કહેવાય છે કે આ બે આરોપીઓએ બે મહિના પહેલાં તે છોકરીની છેડતી કરી હતી. હવે તે ફ્રેન્ડના પિતાએ પણ કહ્યું છે કે મને ડર છે કે એ આરોપીઓ મારી દીકરીને કોઈ નુકસાન ન પહોંચાડે.
ટ્રૉમ્બે પોલીસના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સંજય ખીરેએ કહ્યું છે કે ‘તે છોકરી બપોરે ત્રણ વાગ્યાથી સાંજે સાડાછ વાગ્યા દરમ્યાન તેના બૉયફ્રેન્ડ સાથે જ હતી. તેનો બૉયફ્રેન્ડ પણ સાંભળી અને બોલી શકતો નથી.’
છોકરીના શરીર પર થયેલી ઈજાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે પોલીસે કહ્યું હતું કે તેના આખા શરીર પર માત્ર તેના હાથ પર જ ઈજાઓ હતી જે તેણે જાતે પિનથી કરી હતી.
અમેરિકામાં હિંસા પછી ટ્રમ્પના અકાઉન્ટ 12 કલાક માટે બંધ, કાયમી બંધની ચેતવણી
7th January, 2021 12:58 ISTBudget : 29 જાન્યુઆરીથી શરૂ થશે બજેટ સત્ર, 1 ફેબ્રુઆરીએ રજૂ થશે સામાન્ય બજેટ
5th January, 2021 17:28 ISTJanuary 2021: જાણો તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવો રહેશે આ મહિનો
3rd January, 2021 10:15 ISTમુંબઈ: ત્રણ બાંગ્લાદેશી ઘુસણખોરોની ધરપકડ, 29 ડિસેમ્બર સુધી પોલીસ રિમાન્ડ પર
28th December, 2020 13:35 IST