ન્યુ માણેકલાલ એસ્ટેટમાં માતાજીની ચોકીમાં રેપનો ભોગ બનેલી દિલ્હીની યુવતી માટે પ્રાર્થના

Published: 26th December, 2012 07:01 IST

ઘાટકોપર-વેસ્ટના જગડુશાનગરની મહિલાઓએ નૉમિનેટેડ નગરસેવક અશ્વિન વ્યાસનાં પત્ની રોહિણી વ્યાસના નેતૃત્વમાં દિલ્હીમાં બનેલી ગૅન્ગ-રેપની ઘટનાનો વિરોધ કરવા માટે ગયા બુધવારે રાતે કૅન્ડલ-માર્ચનું આયોજન કર્યું હતું જેમાં નગરસેવક અશ્વિન વ્યાસ અને અન્ય પુરુષો સહિત ૩૦૦ મહિલાઓએ કૅન્ડલ-માર્ચ કાઢીને ગૅન્ગ-રેપનો ભોગ બનેલી યુવતી પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી હતી.સ્થાનિક રહેવાસીઓએ જગડુશાનગરમાં બની રહેલા ચેઇન-સ્નૅચિંગના બનાવોની આ કાર્યક્રમમાં હાજર રહેલા ઘાટકોપર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ચન્દ્રકાન્ત પુરીને માહિતી આપી અને જગડુશાનગરમાં સીસીટીવી કૅમેરા મૂકવાની માગણી કરી હતી. ઇન્સ્પેક્ટર ચન્દ્રકાન્ત પુરીએ અને અશ્વિન વ્યાસે સલામતી અને સુરક્ષા માટે શું પગલાં લેવાં જોઈએ એ વિશે મહિલાઓને માહિતી આપી હતી.

સવોર્દય હૉસ્પિટલ, સેન્ટ્રલ ગવર્નમેન્ટ કૉલોની અને જગડુશાનગરના વિસ્તારોને આવરી લેતા સુધરાઈના વૉર્ડ-નંબર ૧૨૦નાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીનાં નગરસેવિકા પ્રતિક્ષા ઘુગે અને ભીમનગર તથા રામનગરના વિસ્તારોને આવરી લેતા વૉર્ડ-નંબર ૧૨૧નાં ભારતીય જનતા પાર્ટીનાં નગરસેવિકા રીતુ તાવડે તેમ જ ભારતીય જનતા યુવા મોરચાના  મુંબઈના જનરલ સેક્રેટરી ભાવેશ ભાનુશાલી કૅન્ડલ-માર્ચમાં હાજર રહ્યાં હતાં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK