શહેરમાં મહિલાઓની સલામતી માટે ડ્રન્ક-ડ્રાઇવિંગ સામે ઝુંબેશ

Published: 22nd December, 2012 10:26 IST

નવા વર્ષ સુધી મુંબઈની ટ્રાફિક-પોલીસે શહેરભરમાં ડ્રન્ક-ડ્રાઇવિંગ વિરુદ્ધની ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં થયેલા બળાત્કારના કિસ્સા બાદ થયેલા ઊહાપોહને જોઈને નશો કરીને જતા લોકો મહિલાની સલામતી માટે જોખમરૂપ સાબિત ન થાય એની તકેદારીરૂપે પોલીસે આ પગલું ભર્યું છે.


ટ્રાફિક-પોલીસ અત્યાર સુધી શહેરનાં ૨૫ જેટલાં ટ્રાફિક સબ-ડિવિઝનમાં બે સ્થળે સપ્તાહના બેથી ત્રણ દિવસ સુધી આવું અભિયાન કરતી હતી, પરંતુ આ વખતે નવા વર્ષના આગમન સુધી સબ-ડિવિઝનનાં ત્રણ સ્થળે આવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વાહનચાલકોને આ અભિયાન બાબતની ચેતવણી આપતા સંદેશાઓ પણ મૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે જેથી તેઓ પોતાના જોખમે આગળ વધે. આ અભિયાનને કારણે ઘણાં સ્થળોએ ટ્રાફિકમાં અડચણ થશે; પરંતુ સામાન્ય નાગરિકોને પરેશાની નહીં થાય, કારણ કે આ ચેકિંગ મોડી રાત્રે જ કરવામાં આવતું હોય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK