તમામ ટૅક્સી તથા રિક્ષામાં ઇલેક્ટ્રૉનિક મીટર હવે ૨૮ ફેબ્રુઆરી સુધીમાં લાગશે

Published: 22nd December, 2012 10:18 IST

૨૦૧૩ની ૨૮ ફેબ્રુઆરી સુધીમાં શહેરની તમામ રિક્ષા તથા ટૅક્સીમાં ઇલેક્ટ્રૉનિક મીટરો બેસાડ્યાં હશે એવી ખાતરી ગુરુવારે મહારાષ્ટ્ર સરકારે બૉમ્બે હાઈ ર્કોટેને આપી છે.


ત્યાર બાદ મેકૅનિકલ મીટરો લગાડીને વાહન ચલાવનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાન્સર્પોટ ડિપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવેલાં પગલાંઓ બાબતે પણ હાઈ ર્કોટને માહિતી આપવામાં આવી હતી. મીટર રીકૅલિબ્રેશનની પ્રક્રિયામાં ઝડપ લાવવા માટે ૨૯ ડિસેમ્બરથી બે નવાં મીટર ટેસ્ટિંગ સેન્ટર પણ શરૂ કરવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK