Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પ્રૉપર્ટી માર્કેટમાં ગ્રાહકોને આકર્ષવા નવા વર્ષે નવા ને નોખા પ્રયાસો થશે

પ્રૉપર્ટી માર્કેટમાં ગ્રાહકોને આકર્ષવા નવા વર્ષે નવા ને નોખા પ્રયાસો થશે

15 December, 2012 10:32 AM IST |

પ્રૉપર્ટી માર્કેટમાં ગ્રાહકોને આકર્ષવા નવા વર્ષે નવા ને નોખા પ્રયાસો થશે

પ્રૉપર્ટી માર્કેટમાં ગ્રાહકોને આકર્ષવા નવા વર્ષે નવા ને નોખા પ્રયાસો થશે



(જયેશ ચિતલિયા)

વાસ્તવમાં ગ્રાહકોને આકર્ષવા નવા વરસે નવેસરથી નોખા પ્રયાસો થવાના છે. જોકે પ્રૉપર્ટીના ભાવ નીચા આવે એવી સંભાવના ઓછી જણાય છે, પણ પરોક્ષ સ્વરૂપે ગ્રાહકોને લાભો ઑફર કરવામાં આવશે.

રિયલ એસ્ટેટ માર્કેટ માટે વીતેલું વરસ ૨૦૧૨ એકંદરે નબળું રહ્યું છે. ભાવ ભલે સતત ઊંચા ગયા હોય, પરંતુ પ્રૉપર્ટીના વ્યવહારો સાવ જ ઓછા થયા છે. પોતાના ગમતા ઘરનું સપનું વધુ આકરું બની જતાં ગ્રાહકોને નાછૂટકે દૂરના બીજા વિસ્તારો તરફ મીટ માંડવાની ફરજ પડી છે. ઉપરાંત આઉટરાઇટ ખરીદીના સ્થાને ભાડાના સોદા પણ વધુ રહ્યા છે. જો આ જ સ્થિતિ ચાલુ રહી તો બિલ્ડર-ડેવલપર વર્ગ માટે કપરા દિવસો આવી શકે છે. ખાસ કરીને ઊંચા વ્યાજે ધિરાણ મેળવીને કામકાજ કરતા બિલ્ડરો-ડેવલપરો માટે મુશ્કેલીઓ વધી શકે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને ૨૦૧૩માં રિયલ એસ્ટેટ માર્કેટમાં નવાં અને નોખાં પરિવર્તન આવે તો નવાઈ નહીં.

ઇનોવેટિવ સ્કીમ્સ આવશે



રિયલ્ટી સેક્ટરનાં વિશ્વસનીય સાધનોની માહિતી અનુસાર ૨૦૧૩માં બિલ્ડર-ડેવલપર વર્ગ તરફથી પ્રૉપર્ટી વેચવા માટે ઊંચું ડિસ્કાઉન્ટ અથવા ઇનોવેટિવ સ્કીમ્સ જાહેર થાય એવું બની શકે છે. આમ તો નાના પાયે આ ટ્રેન્ડ શરૂ થઈ ચૂક્યો છે, પરંતુ નવા વરસમાં એને વધુ વેગ મળે એવી વ્યાપક સંભાવના જણાય છે. અગ્રણી પ્રૉપર્ટી કન્સલ્ટન્ટ જોન્સ લૅન્ગ લસાલ ઇન્ડિયાના અભ્યાસ મુજબ પ્રૉપર્ટીના ભાવ છેલ્લા કેટલાક સમયથી બહુમતી લોકોની આર્થિક ક્ષમતાની બહાર ગયા છે. આ પોસાય નહીં એવા ભાવને લીધે ડિમાન્ડમાં મોટો ફરક પડી ગયો છે એટલે હવે નવા વરસમાં બિલ્ડરો-ડેવલપરોએ પોતાના નફાના માર્જિન પર વધુ દબાણ સાથે પણ ગ્રાહકોને આકર્ષવા નોંધપાત્ર ડિસ્કાઉન્ટ અથવા ઇન્સેટિવરૂપે લાભ ઑફર કરવા પડશે તેમ જ ઇનોવેટિવ સેલ્સ-સ્કીમ દાખલ કરવી પડશે. તાજેતરમાં એક બિલ્ડરે તેના પ્રોજેક્ટમાં ફ્લૅટ લેનારને કારની ગિફ્ટ ઑફર કરી છે. કોઈ હાઉસિંગ લોનના હપ્તાઓમાં સુવિધા કે રાહત ઑફર કરે છે તો કોઈ ઍમિનિટીઝ સ્વરૂપે લાભ આપે છે.

રાહત-ડિસ્કાઉન્ટ ઑફર થશે


જાણકાર સાધનોના મતે હવે બિલ્ડરો-ડેવલપરોએ પ્રી-લૉન્ચ સમયે જ નવાં આકર્ષણોરૂપે રાહતો ઑફર કરવી પડશે તેમ જ મોટા ભાગના બિલ્ડરોને તેમની પાસે વણવેચાયેલા રહેલા ફ્લૅટ્સ-ઑફિસોના વેચાણ માટે આકર્ષક ડિસ્કાઉન્ટ ઑફર કરવાની ફરજ પણ પડી શકે છે. નવા વરસે મુંબઈમાં વિવિધ વિસ્તારોમાં નવી-નવી વેચાણસ્કીમ ઑફર થાય એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. ખાસ કરીને બિલ્ડરો ગ્રાહકોને આકર્ષવા પરોક્ષ લાભો વિવિધ સ્વરૂપે ઑફર કરશે. જાણકારો કહે છે કે ભાવની તેજી સામે ડિમાન્ડની મંદી હાવી થઈ ગઈ છે જે ટ્રેન્ડ હવે બિલ્ડરો માટે અસહ્ય થઈ રહ્યો છે. એમ છતાં બિલ્ડરવર્ગ કહે છે કે બાંધકામ-ખર્ચ એટલો ઊંચો ગયો છે કે તેઓ ભાવને વધુ ઘટાડી શકે એમ નથી. વધુમાં બિલ્ડરે તેના પ્રૉપર્ટી પ્રોજેક્ટ માટે ૫૭ જેટલી જુદી-જુદી મંજૂરીઓ લેવાની આવે છે અને આ બધામાં ખાસ્સો સમય જાય છે.

રીટેલ સેક્ટરની ડિમાન્ડ નીકળશે


જોેકે એક દલીલ એવી પણ છે કે હવે ઇકૉનૉમીમાં કરન્ટ આવ્યો હોવાથી રિયલ એસ્ટેટમાં ડિમાન્ડ નીકળશે. ખાસ કરીને મલ્ટિ-બ્રૅન્ડ રીટેલ સેક્ટરમાં સીધા વિદેશી રોકાણની મંજૂરીને પગલે આ સેક્ટર માટેની ડિમાન્ડ પણ વિશેષ નીકળશે. આ રોકાણપ્રવાહ આવવાનો શરૂ થતાં મૉલ્સ માટેની મોટી જગ્યાની ડિમાન્ડ વધશે એ નિિત છે, જ્યારે આને પગલે કમર્શિયલ પ્રૉપર્ટીમાં ઑફિસોની ડિમાન્ડ પણ વધી શકે છે. અલબત્ત, આ બધાને આકાર પામતાં બે વરસ જેવો સમય સહેજે લાગી શકે છે, પણ એ પહેલાં બજારમાં જગ્યાની ડિમાન્ડનો કરન્ટ આવી જશે. નવા વરસના બીજા છ માસિકગાળા સુધીમાં વ્યાજદરો પણ હળવા થવાની અપેક્ષા છે. આ ઉપરાંત સરકારનાં આર્થિક સુધારાનાં પગલાં પણ રિયલ્ટી સેક્ટરને પ્રોત્સાહિત કરવામાં પરોક્ષ ભૂમિકા ભજવશે. આમ ૨૦૧૩ પાસે આ સેક્ટરને ઘણી આશા છે.


Whatsapp-channel Whatsapp-channel

15 December, 2012 10:32 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK