શિવાજી પાર્કમાં રહેલી બાળ ઠાકરેની કામચલાઉ સમાધિ ૧૭ ડિસેમ્બરે હટશે

Published: 15th December, 2012 09:29 IST

શિવાજી પાર્ક પર શિવસેનાના પ્રમુખ બાળ ઠાકરેના જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા એ સ્થળે ઊભા કરવામાં આવેલી કામચલાઉ સમાધિ હટાવવા માટે શિવસેના તૈયાર થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.


શિવસેના ૧૭ ડિસેમ્બરે બાળ ઠાકરેની કામચલાઉ સમાધિ જાતે હટાવવાની છે એવો પત્ર એણે મુંબઈ સુધરાઈને લખ્યો છે. શિવાજી પાર્ક પર બાળ ઠાકરેના અંતિમ સંસ્કાર કરવા માટે ફક્ત એક દિવસ માટે જગ્યા આપવામાં આવી હતી અને આ જગ્યા ખાલી કરવા માટે શિવસેના તૈયાર નહોતી એટલે સુધરાઈએ શિવસેનાને નોટિસ આપી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK