ટેક્નિકલ ખામીને લીધે સેન્ટ્રલ રેલવે ખોટકાઈ

Published: 15th December, 2012 09:28 IST

ગઈ કાલે મુલુંડ પાસે સિગ્નલમાં સમસ્યા સર્જાવાથી ધસારાના સમયે ફરી એક વાર મુંબઈગરા હેરાન થયા



રેલવે પર જાણે ગ્રહણ લાગ્યું હોય એમ ગુરુવારે વેસ્ટર્ન રેલવે ખોરવાઈ ગયા બાદ ગઈ કાલે સાંજે ભીડના સમયે ટેક્નિકલ કારણોસર સેન્ટ્રલ લાઇન લગભગ અડધો કલાક માટે ખોરવાઈ ગઈ હતી જેને પગલે ઑફિસથી ઘરે જવા નીકળેલા મુંબઈગરા ટ્રેનમાં અટવાઈ ગયા હતા.

સેન્ટ્રલ રેલવેના પબ્લિક રિલેશન્સ ઑફિસર એ. કે. સિંહે કહ્યું હતું કે ‘ગઈ કાલે સાંજે ૪.૨૮ વાગ્યાથી ૪.૫૬ વાગ્યા દરમ્યાન મુલુંડ અને થાણે વચ્ચે પૉઇન્ટ ફ્લેશિંગ થતાં અડધો કલાક માટે લોકલ ટ્રેન બંધ પડી ગઈ હતી. પૉઇન્ટ ફ્લેશિંગમાં ટ્રેનોને સિગ્નલ બરાબર નહીં મળવાથી લોકલ ટ્રેન દોડી શકતી નથી. ગઈ કાલે સાંજે ૪.૨૮ વાગ્યે પૉઇન્ટ ફ્લેશિંગને લીધે ડોમ્બિવલી સ્લો, બદલાપુર ફાસ્ટ અને થાણે - સીએસટી સ્લો ટ્રેન પંદર મિનિટ માટે અટકી પડી હતી જેને પગલે ત્રણે લાઇનનો રેલ-વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને ટ્રેનો એકની પાછળ એક લાઇનથી ઊભી રહી હતી. સાંજે જોકે તાત્કાલિક સમારકામ કરવામાં આવતાં ૪.૫૬ વાગ્યે ટ્રેન પુન: શરૂ થઈ હતી, પણ મોડી સાંજ સુધી ટ્રેનો એના નિયત સમયથી મોડી દોડી રહી હતી’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK