શહેરની ૮૭ ટકા મહિલાઓ માને છે કે જાહેર સ્થળો સલામત નથી

Published: 15th December, 2012 09:28 IST

શહેરના માર્ગો પર, લોકલ ટ્રેનમાં, બસમાં તથા માર્કેટ એમ તમામ ઠેકાણે મહિલાઓની હાજરી જોવા મળે છે છતાં એક સર્વેમાં જણાવ્યા મુજબ ૮૭ ટકા મહિલાઓ માને છે કે અમુક જાહેર સ્થળો તેમના માટે સલામત નથી.


સલામતીનાં કારણોસર જ મહિલાઓ એવાં સ્થળોએ જવાનું ટાળતી હોય છે. એનાં મુખ્ય કારણોમાં સલામતી, છેડતી તેમ જ પુરુષોની હાજરી જેવાં કારણો જવાબદાર છે. મુંબઈગરાઓ સામાન્ય રીતે થિયેટર, દરિયાકિનારો, ઘરની નજીકમાં આવેલો બાગ તથા ધાર્મિક સ્થળે જવાનું પસંદ કરે છે. આ સ્થળો પસંદ કરતી વખતે મહિલાઓ તેમ જ પુરુષો દ્વારા પણ તેમની તથા તેમના પરિવારની સલામતીનો પહેલો વિચાર કરવામાં આવે છે. મુંબઈ ભલે મેગા સિટી હોય, પરંતુ ઘરની નજીક આવેલા ટી-સ્ટૉલમાં પણ મહિલાઓ સલામતી ન હોવાને કારણે જવાનું ટાળે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK