વૉલ-માર્ટે ૧૨૫ કરોડ રૂપિયાની લાંચ કોને આપી એનો સરકાર આપે જવાબ : બીજેપી

Published: 11th December, 2012 07:58 IST

અમેરિકી કંપનીએ ભારતમાં લૉબીઇંગ કર્યું હોવાનું બહાર આવતાં રાજ્યસભામાં વિપક્ષનો હોબાળો : એફડીઆઇ રદ કરવાની ડિમાન્ડઅમરિકી કંપનીએ વૉલ-માર્ટે એના રર્પિોટમાં ભારતમાં લૉબીઇંગ માટે ૧૨૫ કરોડ રૂપિયા જેટલી રકમ ખર્ચી હોવાનું સ્વીકાર કર્યા બાદ ગઈ કાલે સંસદમાં આ મુદ્દે ભારે હોબાળો મચ્યો હતો. ભારતમાં લૉબીઇંગને કાનૂની માન્યતા નહીં હોવાથી વિપક્ષે સરકારનો જવાબ માગ્યો હતો. બીજેપીએ વૉલ-માર્ટની ૧૨૫ કરોડ રૂપિયાની લાંચની રકમ મેળવનારાઓનાં નામ જાહેર કરવા સરકાર પાસે માગણી કરી હતી. વૉલ-માર્ટે અમેરિકી સેનેટમાં રજૂ કરેલા અહેવાલમાં ભારતીય માર્કેટમાં પ્રવેશવા માટે ૩૦ લાખ ડૉલર તથા લૉબીઇંગ માટે ૧૨૫ કરોડ રૂપિયા ખચ્ર્યા હોવાનું કહ્યું હતું. ગઈ કાલે આ મુદ્દે રાજ્યસભા બે વખત મોકૂફ રહી હતી. બીજેપી, ડાબેરી પાર્ટીઓ, જેડીયુ, તૃણમૂલ કૉન્ગ્રેસ, તથા એઆઇએડીએમકે સહિતના રાજકીય પક્ષોએ ભારતમાં લૉબીઇંગ પ્રતિબંધિત હોવાથી વૉલ-માર્ટે ખર્ચેલી રકમને લાંચ ગણાવી હતી.

રાજ્યસભામાં બીજેપીના સભ્ય રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે વૉલ-માર્ટે ભારતમાં પ્રવેશવા માટે મોટી લાંચ આપી હોવાની વાત પહેલાં પણ બહાર આવી હતી, પણ હવે ખુદ કંપનીએ જ આ વાતનો સ્વીકાર કર્યો છે. વિરોધ પક્ષના સભ્યોએ આ મુદ્દે ભારે હોબાળો મચાવીને એફડીઆઇનો નિર્ણય રદ કરવાની માગણી કરી હતી. આજે લોકસભામાં પણ આ મુદ્દે વિરોધ પક્ષના સભ્યો હોબાળો મચાવશે એવી શક્યતા છે. ગઈ કાલે બીજેપીના નેતા યશવંત સિંહાએ આ બાબતને અત્યંત ગંભીર ગણાવતાં કહ્યું હતું કે આવતી કાલે અમે લોકસભામાં આ મુદ્દે વિરોધ કરીશું. આ તરફ ભારતી-વૉલ-માર્ટે એક નિવેદન બહાર પાડીને કોઈને પણ લાંચ આપી હોવાનો ઇનકાર કર્યો હતો. કંપનીએ કહ્યું હતું કે લૉબીઇંગ માટેની રકમ સ્ટાફ અને કન્સલ્ટન્સી પાછળ ખર્ચાયેલી છે.

જેડીયુ = જનતા દળ યુનાઇટેડ, એઆઇએડીએમકે = ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝઘમ, એફડીઆઇ = ફૉરેને ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK