...અને સેન્ટ્રલ રેલવેની આવક વધી ગઈ

Published: 11th December, 2012 07:16 IST

ટિકિટ-ચેકરોએ યુનિફૉર્મ પહેરવાનું બંધ કર્યું, અગાઉ પ્રવાસીઓ તેમને જોઈને નાસી જતા : હવે નવી તરકીબને લીધે દંડવસૂલી વધી : નવેમ્બરમાં રેકૉર્ડ ૨.૮૬ કરોડ રૂપિયાની આવક થઈ


સેન્ટ્રલ રેલવેના અધિકારીઓ અત્યારે બહુ ખુશખુશાલ છે, કારણ કે તેમને નવેમ્બર મહિનામાં વધારાની સારીએવી આવક થઈ છે. આ મહિનામાં સેન્ટ્રલ રેલવેને સૌથી વધારે ૨.૮૬ કરોડ રૂપિયાની આવક થઈ છે. સેન્ટ્રલ રેલવેની આવકમાં થયેલા આ વધારા પાછળનું મહત્વનું કારણ એના ટિકિટચેકિંગ માટેના સ્ટાફે પોતાની સ્ટ્રૅટેજીમાં કરેલો ફેરફાર પણ છે.

આ વિશે વાત કરતાં સેન્ટ્રલ રેલવેના એક અધિકારીએ કહ્યું હતું કે ‘અમે અમારી સ્ટ્રૅટેજીમાં ફેરફાર કર્યો છે અને અમને અમારા આ ફેરફારનાં હકારાત્મક પરિણામો મળવાની પણ શરૂઆત થઈ ગઈ છે. અમને આ વખતે આને કારણે સારી એવી આવક થઈ છે.’

મુંબઈમાં સેન્ટ્રલ રેલવેમાં રોજ ૩૮ લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે અને મુંબઈ ડિવિઝનમાં નવેમ્બર મહિનામાં ટિકિટચેકિંગ સ્ટાફે ટિકિટ વગર પ્રવાસ કરતા ૬૫,૧૮૭ પ્રવાસીઓને ઝડપી લીધા હતા. સેન્ટ્રલ રેલવે પાસે ૧૨૦૦ લોકોનો ટિકિટચેકિંગનો સ્ટાફ છે, જેમાં મહિલા અને પુરુષ બન્નેનો સમાવેશ છે. રેલવે-અધિકારીઓએ કહ્યું હતું કે ‘પહેલાં પ્રવાસીઓ સહેલાઈથી દરેક સ્ટેશને ટિકિટચેકિંગ સ્ટાફને જોઈને ઓળખી શકતા હતા, પણ હવે ભાગ્યે જ કોઈ ટિકિટચેકિંગ સ્ટાફ પ્રવાસીની નજરે ચડે છે. હવે ટિકિટચેકિંગ સ્ટાફ માટે યુનિફૉર્મ પહેરવાનું ફરજિયાત નથી. પહેલાં પ્રવાસીઓ તેમના યુનિફૉર્મના આધારે તેમને ઓળખીને ભાગવામાં સફળ સાબિત થતા હતા, પણ હવે આ શક્ય નથી.’

જો કોઈ પ્રવાસી પાસે ટિકિટ જ ન હોય તો ૨૫૦ રૂપિયા ફાઇન ઉપરાંત આખા ભાડાનો દંડ કરવામાં આવે છે. આંકડાઓ પરથી ખબર પડી છે કે વેસ્ટર્ન રેલવેએ આખા વેસ્ટર્ન રીજનમાંથી ૧.૬૪ લાખ કેસ રજિસ્ટર્ડ કર્યા છે અને ૫.૮૪ કરોડ રૂપિયા રિકવર કર્યા છે.

સેન્ટ્રલ રેલવેના ડેપ્યુટી કમર્શિયલ મૅનેજર અતુલ રાણેએ આ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘અમે મુંબઈ ડિવિઝનમાંથી આ વખતે સૌથી વધારે આવક મેળવી છે. અમે અમારી સ્ટ્રૅટેજી બદલીને અને સ્ટાફની આકરી મહેનતને કારણે આ પરિણામ મેળવી શક્યા

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK