નીતીશકુમારે કરી દીધી બિહાર માટે સ્પેશ્યલ સ્ટેટસની ડિમાન્ડ

Published: 10th December, 2012 08:57 IST

વડા પ્રધાનની પાસે સ્પષ્ટતા કરીને રાજ્યને દેશનાં અન્ય રાજ્યોની સમકક્ષ થવા માટે હજી લાગી જશે ૩૦ જેટલા વર્ષ




બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે વડા પ્રધાન મનમોહન સિંહ પાસે તેમના રાજ્યને સ્પેશ્યલ સ્ટેટસ આપવાની ડિમાન્ડ કરી છે. તેમણે વડા પ્રધાનને કહ્યું છે કે તેમના રાજ્યને દેશનાં અન્ય રાજ્યોની સમકક્ષ થïવા માટે હજી ૩૦ વર્ષ જેટલો સમય લાગી જશે, કારણ કે તેમના રાજ્યની માથાદીઠ આવક એ દેશની સરેરાશ માથાદીઢ આવકના ત્રીજા ભાગની જ છે. આ સંજોગોમાં જો બિહારને સ્પેશ્યલ સ્ટેટસ મળી જશે તો એનો વિકાસ ઝડપી બની જશે અને રાજ્ય ઝડપથી વિકાસની દૃષ્ટિએ દેશનાં બીજાં રાજ્યોની સમકક્ષ થઈ જશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK