આઝાદ મેદાનની હિંસાની ઘટનામાં થયેલા નુકસાનનું વળતર આપવાની પ્રક્રિયા શરૂ

Published: 10th December, 2012 07:24 IST

૧૧ ઑગસ્ટે આઝાદ મેદાનમાં થયેલી હિંસક ઘટનામાં સરકારી તેમ જ પ્રાઇવેટ મિલ્ાકતોને મોટા પ્રમાણમાં નુકસાન કરવામાં આવ્યું હતું. એની નુકસાનીનું વળતર આપવાની પ્રક્રિયાની આજથી શરૂઆત થશે. હિંસક ઘટનાઓમાં મુંબઈની ક્રાઇમ બ્રાન્ચે કુલ ૨ કરોડ ૭૪ લાખ રૂપિયાનું નુકસાન વસૂલ કરવાનો પ્રસ્તાવ ડિસ્ટિÿક્ટ મૅજિસ્ટ્રેટને મોકલ્યો હતો.



૧૧ ઑગસ્ટે થયેલી હિંસક ઘટનામાં બેસ્ટની ૨૪ બસ, પોલીસનાં ૧૫ વાહનો, ફાયર-બ્રિગેડનું એક વાહન અને સુધરાઈ તેમ જ પ્રાઇવેટ માલમિલકતને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ડિસ્ટિÿક્ટ મૅજિસ્ટ્રેટ આ વિશે તમામ જવાબદાર લોકોને વળતર ચૂકવવા માટે નોટિસ મોકલશે. મ્યાનમાર તથા આસામમાં મુસ્લિમો પર થયેલા અત્યાચારનો વિરોધ કરવા માટે આઝાદ મેદાનમાં એક સંસ્થાએ વિરોધ-પ્રદર્શન કરવાની પરવાનગી માગી હતી, પરંતુ ત્યાં અપેક્ષા કરતાં વધુ લોકો હાજર રહ્યા હતા તેમ જ ભીડ બેકાબૂ થતાં હિંસક ઘટનાઓ શરૂ થઈ હતી.

બેસ્ટ - BEST = બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સર્પોટ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK