ફેસબુક અકાઉન્ટના બીજા એક યુઝરને મળી ધમકી

Published: 21st November, 2012 05:39 IST

ઘાટકોપરના રહેવાસી ૩૪ વર્ષના કરણ વાસવાણીને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર કમેન્ટ પોસ્ટ કરવા બદલ કેટલાક લોકો તરફથી ધમકીઓ મળી રહી છે. આ મામલે કરણે પોલીસ હેલ્પલાઇન નંબર ૧૦૦ પર ફરિયાદ નોંધાવી છે.



લૉ ફર્મમાં કામ કરતા કરણે રવિવારે સુધરાઈની માલિકીના શિવાજી પાર્કમાં બાળ ઠાકરેના અગ્નિસંસ્કાર વિશે કમેન્ટ પાસ કરી હતી. આને કારણે ગઈ કાલે બપોરે ૧.૫૦ વાગ્યાની આસપાસ તેને માહિમના પબ્લિક બૂથમાંથી ફોન આવ્યો હતો જેના કૉલરે તેને ધમકાવ્યો હતો તેમ જ ફેસબુક પર કમેન્ટ પોસ્ટ કરવા બદલ ધમકી આપી હતી. તેણે ત્રણ વખત ફોન કર્યો હતો, પણ કરણે કોઈ પ્રતિભાવ આપ્યો નહોતો. આ વિશે વાત કરતાં કરણે કહ્યું હતું કે ‘ફોન કરનારે મને ધમકી આપી હતી કે તે પાંચસો લોકોને લાવીને મને બહુ હેરાન કરશે. તેણે મને ખરાબ શબ્દોમાં ધમકાવ્યો હતો જેને કારણે મેં ફેસબુક પરથી કમેન્ટ ડિલીટ કરી નાખી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK