મધરાતે અઢી વાગ્યા પછી પૂર્વ દિશામાં દર કલાકે ૧૦થી ૧૫ ઉલ્કા ખરતી જોવાની દુર્લભ તક મળશે
ખગોળપ્રેમીઓ માટે આજનો દિવસ વધુ એક દિવાળીથી કમ નથી. ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે આજે રાત્રે આકાશમાં દિવાળી જેવી આતશબાજી થવાની છે. મધરાતે અઢી વાગ્યા પછી પૂર્વ દિશામાં દર કલાકે ૧૦થી ૧૫ ઉલ્કાઓ ખરશે, જેને કારણે આકાશમાં દર થોડી વારે આતશબાજી થઈ રહી હોય એવો માહોલ સર્જાશે.
પ્લૅનેટરી સોસાયટી ઑફ ઇન્ડિયાના સભ્ય એન. રઘુનંદને કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ઉલ્કા સંગઠને આ ઉલ્કાવર્ષાને ‘લિયોનીડસ’ નામ આપ્યું છે, કારણ કે આ ઉલ્કાવર્ષા લિયો નામના નક્ષત્ર અથવા તારામંડળમાંથી થવાની છે. રઘુનંદને એમ પણ કહ્યું હતું કે આ ઉલ્કાવર્ષાને નરી આંખે જ જોઈ શકાશે એટલે કે ટેલિસ્કોપ કે બાયનોક્યુલરની જરૂર નહીં પડે. જોકે પ્રદૂષણને કારણે આકાશ સ્વચ્છ નહીં હોય તો આ દુર્લભ આતશબાજી જોવામાં પ્રૉબ્લેમ થઈ શકે છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK