હવે પછીના ફેઝમાં રાજ્યનાં નવ શહેરોને ડિજિટાઇઝેશન હેઠળ આવરી લેવામાં આવશે

Published: 7th November, 2012 05:42 IST

દેશનાં ચાર મેટ્રો શહેરો દિલ્હી, મુંબઈ, કલકત્તા અને ચેન્નઈમાં ૧ નવેમ્બરથી કેબલ દ્વારા થતા પ્રસારણમાં ડિજિટાઇઝેશનની શરૂઆત થયા બાદ હવે સેકન્ડ ફેઝમાં દેશનાં ૧૫ રાજ્યોનાં ૩૮ શહેરોને પણ ડિજિટાઇઝેશન હેઠળ આવરી લેવાનું કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયે નક્કી કર્યું છે,

જેમાં મહારાષ્ટ્રનાં ૯ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ માટે ૨૦૧૩ની ૩૧ માર્ચની ડેડલાઇન રાખવામાં આવી છે. દિલ્હીમાં એ માટે યોજાયેલી એક મીટિંગમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયના સેક્રેટરી ઉદયકુમાર વર્માએ કહ્યું હતું કે ‘હવે અમે બીજા ફેઝમાં ૧૫ રાજ્યોનાં અન્ય ૩૮ શહેરોને ડિજિટાઇઝેશન હેઠળ આવરી લેવાના છીએ અને એ માટેનું ગ્રાઉન્ડ-વર્ક શરૂ કરી દેવામાં આવ્યું છે. અમે એ રાજ્યોના સેક્રેટરીઓને આના માટે નોડલ ઑફિસરની નિમણૂક કરવા જણાવી દીધું છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK