છ કિલોમીટર સુધી પીછો કરીને બે કૉન્સ્ટેબલોએ ત્રણ ચોરની ધરપકડ કરી

Published: 15th September, 2012 08:57 IST

ગુરુવારે કાંદિવલી (ઈસ્ટ)ના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર મોડી રાતે રિક્ષામાં ઘરે જઈ રહેલી ૨૨ વર્ષની નીતા શેડકેની રિક્ષા અટકાવીને ચાકુની ધાક દેખાડી તેનું પર્સ અને બે મોબાઇલ ઝૂંટવીને ભાગેલા ત્રણ યુવાનો ૧૯ વર્ષના મજીદ શેખ, ૧૯ વર્ષના રવિ શર્મા અને ૨૧ વર્ષના સોનુ વિશ્વકર્માની મલાડ પોલીસે ધરપકડ કરીને તેમને સમતાનગર પોલીસ-સ્ટેશનને સોંપી દીધા હતા.


આરોપીઓનો પીછો કરીને તેમને પકડી પાડનારા મલાડ પોલીસ-સ્ટેશનના બે કૉન્સ્ટેબલો સાવંત અને શિંદેને મલાડ પોલીસે બક્ષિસરૂપે ૧૦૦૦ રૂપિયા આપ્યા હતા.

સમતાનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુભાષ દફાળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુરુવારે મોડી રાતે દોઢ વાગ્યે નીતા ઑફિસથી રિક્ષામાં ઘરે જઈ રહી હતી ત્યારે બાઇક પર આવેલા ત્રણ યુવકોએ તેની રિક્ષા અટકાવીને ચાકુની ધાકે પર્સ અને બે મોબાઇલ ઝૂંટવી લીધાં હતાં. પોલીસ કન્ટ્રોલરૂમમાં ચોરીની ઘટનાની જાણ થતાં મલાડ પોલીસ-સ્ટેશનના કૉન્સ્ટેબલ સાવંત અને શિંદેએ તેમનો ૬ કિલોમીટર સુધી પીછો કયોર્ હતો અને આખરે માલવણી વિસ્તારમાંથી તેમની ધરપકડ કરી હતી. આ ત્રણેય આરોપીઓ મલાડના માલવણી વિસ્તારમાં રહે છે. પોલીસે પર્સ અને મોબાઇલ ફોન નીતાને પાછાં સોંપી દીધાં હતાં.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK