બોરીવલી-વેસ્ટમાં સિનિયર સિટિઝનોના હિત માટે પોલીસ-સ્ટેશનમાં મીટિંગ યોજાઈ

Published: 14th September, 2012 07:31 IST

સિનિયર સિટિઝનોને અવારનવાર અનેક સમસ્યાઓનો ભોગ બનવું પડે છે. શહેરમાં એકલા રહેતા સિનયર સિટિઝનોની હત્યા તેમ જ તેમના ઘરમાં ચોરી અને લૂંટફાટ કરવાના કિસ્સા વધી રહ્યા છે.


તેમની સમસ્યાનું યોગ્ય નિરાકરણ થઈ શકે એ માટે ૮ ઑગસ્ટે બોરીવલી-વેસ્ટમાં પોલીસ-સ્ટેશનમાં ખાસ મીટિંગ યોજાઈ ગઈ. જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ લૉ ઍન્ડ ઑર્ડર સદાનંદ દાતે, ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ ડૉ. મહેશ પાટીલ, પ્રવીણ પાટીલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગમાં બોરીવલી-વેસ્ટમાં એલ. ટી. રોડ પર આવેલા વીર સાવરકર ઉદ્યાનમાં ચાલતા દાદા-દાદી પાર્કના સિનિયર સિટિઝનો સહિત અન્ય જગ્યાઓના ૩૫ જેટલા સિનિયર સિટિઝનો ઉપસ્થિત રહ્યા હતા.

મીટિંગમાં એકલા રહેતા સિનિયરોની સુરક્ષા તેમ જ ચોરી, ચેઇન-સ્નૅચિંગ જેવી ઘટનાઓથી બચવા શું કરવું એની ચર્ચા થઈ હતી. જોકે સિનિયર સિટિઝનોની મુખ્ય સમસ્યા રિક્ષાડ્રાઇવરોને લઈને હતી. તેઓ તેમની સાથે તોછડાઈથી વાત કરે છે, રિક્ષા ઊભી રાખતા નથી. આ સમસ્યાના નિરાકરણ માટે બોરીવલી-ઈસ્ટના રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના રિક્ષા-યુનિયનના પ્રેસિડન્ટ મુલ્લાએ હાજર સિનિયર સિટિઝનોને તેમનો ફોન-નંબર આપ્યો હતો અને કહ્યું હતું કે કોઈ પણ રિક્ષાડ્રાઇવર તેમની સાથે ગેરવર્તણૂક કરે તો તેમને જણાવે. પોલીસે કહ્યું હતું કે અમે તમારી સુરક્ષા માટે હંમેશાં તત્પર છીએ તેમ જ તમારી સમસ્યાઓ અમને જણાવો, એના નિરાકરણ માટે ચોક્કસ પગલાં ભરીશું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK