કૉલેજની કન્યાઓ માટે જૈન મુનિનો અનોખો સેમિનાર

Published: 6th September, 2012 04:50 IST

જૈનોના મહારાજસાહેબો જે વ્યાખ્યાનો આપે છે એ મોટા ભાગે ધાર્મિક અને ભારેખમ વિષયોવાળાં હોય છે એવી જો કોઈના મનમાં માન્યતા હોય તો એ ભૂલભરેલી છે, કારણ કે ભિવંડીમાં ચાતુર્માસ માટે બિરાજમાન જૈન મુનિ વિમલસાગરજી મહારાજસાહેબે મંગળવારે કૉલેજિયન કન્યાઓ માટે એક હટકે સેમિનાર રાખ્યો હતો. આ સેમિનારમાં મહારાજસાહેબે ટીનેજ છોકરીઓને સંબોધીને કહ્યું કે...

સદાચારી કન્યાઓ સમાજ તથા રાષ્ટ્રનું ખરું ગૌરવ છે. આવી પવિત્ર કન્યાઓ જ મહાન માતાઓ બની પેઢીનું નિર્માણ કરશે. મનોરંજનના ઉપક્રમો આપણા જીવનની આવશ્યકતા હોઈ શકે, પણ એ મનોરંજનો સદાચારના ભોગે તો ન જ હોવાં જોઈએ. સદશિક્ષણ, મોબાઇલ તથા ઇન્ટરનેટના દુરુપયોગને રોકીને આપણે નૈતિકતા અને સદાચારના પડતા ગ્રાફને અટકાવી શકીએ છીએ. રાજકીય ક્ષેત્રે મહિલાઓ માટે ગમે તેટલું આરક્ષણ હોય, પણ સામાજિક જાગૃતિ વગર સ્ત્રીવર્ગનાં હિતોની રક્ષા નહીં થઈ શકે.

આ સેમિનારમાં જુદે-જુદે ઠેકાણેથી આવેલી ૧૩૫૦ કન્યાઓએ ભાગ લીધો હતો. મહારાજસાહેબે તેમના જીવનથી સંબંધિત અનેક વિષયો પર તલસ્પર્શી ચર્ચા કરી હતી અને તેમને આધુનિક પડકારોને ઝીલવાના ઉપાયો બતાવ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK