લગ્ને લગ્ને કુંવારો યુવાન

Published: 21st August, 2012 04:43 IST

લગ્નની લાલચ આપીને ગર્લફ્રેન્ડ પાસે તેના જ ઘરમાં ચોરી કરાવી : ચાર લગ્ન કર્યા હોવા છતાં છેલ્લે ૧૬ વર્ષની ટીનેજરને ફસાવી હતી

ચાર વખત પરણેલો હોવા છતાં ૧૬ વર્ષની એક ટીનેજરને લગ્નનાં ખોટાં વચનો આપીને તેને ઘરમાંથી સોનાનાં ઘરેણાં ચોરી લાવવા માટે ફોસલાવનાર યુવકની વાકોલા પોલીસે ધરપકડ કરી છે. પોલીસે કહ્યું હતું કે ‘કાલિનામાં રહેતા સાહિલ ઉર્ફે પપ્પુએ તેની પ્રેમિકાને લગ્નનાં ખોટાં વચનો આપ્યાં હતાં અને તેને ચાર લાખ રૂપિયાનાં ઘરેણાં ઘરેથી ચોરીને લાવવા કહ્યું હતું. આ મામલે કોઈ પોલીસ-ફરિયાદ કરી તો ટીનેજર યુવતી પર ઍસિડ નાખવાની ધમકી આપી હતી. જોકે ઘરનાં કીમતી ઘરેણાં ન મળતાં તેના પેરન્ટ્સે યુવતીને પૂછતાં તેણે સમગ્ર હકીકત જણાવી દીધી હતી. ત્યાર બાદ પરિવારજનોએ પોલીસ-ફરિયાદ કરતાં ટીનેજર યુવતીએ ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેને સારવાર માટે હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવી હતી.’

યુવતીએ કહ્યું કે ‘તેણે મારું જીવન બરબાદ કરી નાખ્યું. પોતાના સ્વાર્થ માટે મારો ઉપયોગ કર્યો અને પછી મને ફેંકી દીધી.’

પોલીસે કહ્યું હતું કે ‘છેલ્લા કેટલાક મહિનાથી તેણે આ યુવતીને પોતાના વશમાં કરી લીધી હતી. તેના પરિવારજનોની જાણ બહાર તે તેની પાસેથી રૂપિયા પડાવતો હતો. તપાસ દરમ્યાન તેણે કહ્યું હતું કે આ રીતે તેણે ચાર લગ્નો કર્યા હતાં અને ત્યાર બાદ યુવતીઓને તરછોડી દીધી હતી.’

પોલીસને આશા છે કે તેનો ભોગ બનેલી વધુ યુવતીઓ પણ યુવક વિરુદ્ધ ફરિયાદ કરવા આગળ આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK