આ તે રોડ કે શૌચાલય?

Published: 3rd August, 2012 07:31 IST

બોરીવલી-ઈસ્ટના દોલતનગરના બસ-સ્ટૅન્ડ આગળનો રસ્તો આવી હાલતમાં હોવાથી રાહદારીઓ એનો ઉપયોગ જ કરી શકતા નથી

બોરીવલી-ઈસ્ટમાં દોલતનગર પાસે બસ-સ્ટૅન્ડ પાસે અને એનાથી આગળ જતા રસ્તાની પર ખૂબ જ ગંદકી છે. આ રસ્તા પર ચાલી શકાય એવું નથી. રોડની હાલત જાહેર શૌચાલય જેવી થઈ ગઈ છે. રસ્તા પર ગંદકી ખાવા કાગડાઓ બેસી જાય છે. અમુક લોકો દ્વારા રસ્તાનો ઉપયોગ શૌચાલયની જેમ થતો હોવાથી રોડ પરથી પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે  છે. આને કારણે રાહદારીઓ રસ્તાનો ઉપયોગ કરી શકતા નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK