લિવરની બીમારીથી પીડાતાં નિશાબહેને પણ સંથારામાં પતિને સાથ આપ્યો. મૂળ કચ્છના મુંદ્રા તાલુકાના સમાઘોઘા ગામના અને જૈન ધર્મના સ્થાનકવાસી આઠ કોટિ પક્ષ સંપ્રદાયના નલિનભાઈનો સંથારો ૧૧૦ દિવસ બાદ સીઝ્યો હતો તો નિશાબહેનનો સંથારો ૧૩૪ દિવસે શનિવારે સીઝ્યો હતો.
રોજના કાર્યક્રમ મુજબ ઝરણાબાઈ મહાસતીજી અને સમૃદ્ધિબાઈ મહાસતીજી સાંજે આચોલેનગરના કોડાયનગરના ઉપાશ્રયમાં પ્રભુપ્રાર્થના કરાવવા ગયાં હતાં. રોજ સાસુ નિશાબહેનની સેવામાં હાજર રહેતા જમાઈ રાહુલ ફળસેકર પણ જૈન સ્તવન સુંદર રીતે ગાતા હોવાની જાણ મહાસતીજીને કરવામાં આવતાં તેમણે રાહુલને ભજન ગાવા કહ્યું. રાહુલનાં ભજન ચાલુ હતાં ત્યારે જ નિશાબહેનનો સંથારો સીઝ્યો હતો.
નિશાબહેને જમાઈ સમક્ષ અંતિમ ઇચ્છા વ્યક્ત કરતાં અગાઉ જ જણાવ્યું હતું કે તેમની પાલખી ગાલાનગરના તેમના ઘર પાસેથી લઈ જવામાં આવે. તેમની અંતિમ ઇચ્છાને માન આપી પાલખીને ગાલાનગરના તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવી. અહીં થોડો વિરામ આપ્યા બાદ તુલિંજ સ્મશાનભૂમિમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેમને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.
જ્વેલર્સનાં 12 બૅન્ક-અકાઉન્ટ્સ હૅક કરીને 2.98 કરોડ રૂપિયા સેરવી લેનારા ગુનેગારોની શોધ
Dec 06, 2019, 11:21 ISTSamsung Galaxy A 2020 સીરીઝ 12 ડિસેમ્બરના થશે લૉન્ચ, જાણો શું હશે ખાસ
Dec 03, 2019, 15:24 ISTગાંધીનગરમાં ત્રણ જિલ્લા પંચાયતમાં ખાલી પડેલી જગ્યા પર 29 ડિસેમ્બરે ચુંટણી
Dec 03, 2019, 11:34 ISTસાતમા ધોરણમાં ભણતા 12 વર્ષના છોકરાને ડેટા સાયન્ટિસ્ટની નોકરી મળી
Nov 27, 2019, 09:48 IST