શિવડીથી ન્હાવા-શેવા સી-લિન્કના બાંધકામ પૂર્વે નવી મુંબઈ તથા રાયગડના રોડ્સ પહોળા કરવામાં આવશે

Published: 19th December, 2011 10:07 IST

મુંબઈથી આવનારા ટ્રાફિકને પહોંચી વળવા માટે લેવામાં આવ્યો નિર્ણય : ટૂંક સમયમાં આનું ટેન્ડર બહાર પડશેશિવડી અને ન્હાવા-શેવાને જોડતો મહત્વાંકાક્ષી એમટીએચએલ (મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક) પ્રોજેક્ટ શરૂ થાય એ પહેલાં મુંબઈથી આવનારા ટ્રાફિકને પહોંચી વળી શકાય એ માટે નવી મુંબઈ તથા રાયગડના બે મહત્વના રોડ્સ પહોળા કરવાનું કામ શરૂ કરવામાં આવશે, જેમાં ઉરણ તાલુકાના ચિર્લે ગામથી મુંબઈ-પુણે એક્સપ્રેસવે તથા ચિર્લેથી જેએનપીટી (જવાહરલાલ નેહરુ ર્પોટ ટ્રસ્ટ) રોડનો સમાવેશ થાય છે. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક પ્રોજેક્ટ સાથે જોડાયેલા વિવિધ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ પ્રોજેક્ટના સ્થળ પર એક બેઠક યોજી હતી જેમાં આ રોડ્સને પહોળા કરવા બાબતે ચર્ચાઓ થઈ હતી. મુંબઈ ર્પોટ ટ્રસ્ટ, જેએનપીટી, એમએમઆરડીએ (મુંબઇ  મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી), સિડકો (સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન), રાયગડના કલેક્ટર તથા નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયાના વિવિધ વિભાગના અધિકારીઓ બુધવારે મળ્યા હતા.

એમએમઆરડીએના કમિશનર રાહુલ અસ્થાનાએ કહ્યું હતું કે આ પ્રોજેક્ટના અમલીકરણ તથા બિડર દ્વારા ઉઠાવવામાં આવનારા ઘણા પ્રશ્નોનો ઉકેલ મળી શકે એ માટે આ પ્રોજેક્ટ માટે જરૂરી જમીનસંપાદન માટે સરકારના વિવિધ વિભાગો વચ્ચે ચર્ચાઓ થઈ હતી.

ચિર્લેથી મુંબઈ-પુણે એક્સપ્રેસવે સુધીના ૪૬ કિલોમીટર લાંબા રોડને પહોળો કરવા સિડકો ટૂંક સમયમાં જ ટેન્ડર બહાર પાડશે, જ્યારે ચિર્લેથી જેએનપીટી રોડ ૭ કિલોમીટર લાંબો છે. બન્ને રોડને ફોર લેનનો બનાવવામાં આવશે. સિડકો દ્વારા આ મામલે જમીનસંપાદનની કામગીરી શરૂ પણ કરી દેવામાં આવી છે. એમએમઆરડીએના અંદાજ મુજબ દરરોજ ૪૪,૯૭૫ વાહનો  એમટીએચએલનો ઉપયોગ કરશે. ૨૨ કિલોમીટર લાંબા આ

શિવડી તથા ન્હાવા-શેવા સી-લિન્ક માટે ૨૦૦ રૂપિયાનો ટોલ ઉઘરાવવામાં આવશે. હાલના બાંદરા-વરલી સી-લિન્ક પર ૫૦ રૂપિયા ટોલ લેવામાં આવે છે, જ્યારે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પાસ કરવા માટે ૧૬૫ રૂપિયા ટોલ ઉઘરાવવામાં આવે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK