વિરાર ટ્રેનમાં ૫ કરોડનું ડ્રગ્સ લઈ જતા યુવકની અટકાયત

Published: Dec 15, 2011, 10:03 IST

ઇન્ટરનૅશનલ માર્કેટ અનુસાર આશરે પાંચ કરોડ રૂપિયાની કિંમત ધરાવતા ડ્રગ્સ સાથે રાજસ્થાનથી નાલાસોપારા એ વેચવા આવેલા એક યુવકની ગઈ કાલે રેલવેપોલીસે અટકાયત કરી હતી.



બોરીવલીથી વિરાર તરફ જતી લોકલ ટ્રેનમાં લગેજ-ડબ્બામાં ઊભા રહેલા એક યુવકની તપાસ કરવામાં આવતાં તેની પાસે લગેજ પાસ તથા ટિકિટ ન હોવાની જાણ રેલવેપોલીસને થઈ હતી. ત્યાર બાદ આ યુવક પોલીસને ૧૦૦ રૂપિયા આપી તેને છોડી મૂકવાની વિનંતી કરવા લાગ્યો હતો. તપાસ કરતાં તેની અન્ડરવેઅરમાંથી ૨૦૦ ગ્રામ હેરોઇન અને ૨૭૮ ગ્રામ બ્રાઉન શુગર મળી આવ્યાં હતાં, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે પાંચ કરોડ રૂપિયા છે. આ યુવક પાસેથી વધુ માહિતી ઓકાવતાં પોલીસને તેણે પોતાનું નામ રૂપલાલ માનજી મીના અને ઉંમર ૨૫ વર્ષ બતાવી હતી. આ માલ રાજસ્થાનના પ્રવીણ ડાંગીએ તેને નાલાસોપારામાં તસલીમ નામની વ્યક્તિને આપવા માટે આપ્યો હતો. આ પહેલાં પણ તે નાલાસોપારા એક વાર આવ્યો હોવાની કબૂલાત પણ કરી હતી. પોલીસે રૂપલાલની અટક કરી હોવાથી કોઈ મોટું રૅકેટ બહાર આવવાની શક્યતા દેખાઈ રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK