યુવતીએ બૉયફ્રેન્ડ પાસે જ પોતાના ઘરમાં ચોરી કરાવી

Published: 3rd November, 2011 23:55 IST

બૉયફ્રેન્ડ સાથે ભાગીને લગ્ન કરવા માટે રૂપિયાની જરૂર હોવાથી પોતાના જ ઘરમાં ચોરી કરનાર એમ. કે. કૉલેજની ૨૧ વર્ષની વિદ્યાર્થિનીની મુલુંડ પોલીસે ગઈ કાલે ધરપકડ કરી હતી. પોલીસે આ ગુન્ાામાં તેને સાથ આપનાર બૉયફ્રેન્ડની પણ ધરપકડ કરી હતી. ગઈ કાલે સાંજે મુલુંડ કૉલોનીમાં રહેતા મોહનલાલ બિજલાણીના ઘરમાંથી દાગીના તથા રોકડ મળીને ૩ લાખ ૭ હજાર રૂપિયાની ચોરી થઈ હતી.

 

બનાવના દિવસે મોહનલાલનાં પત્ની લતા ઘરે પ્હોંચ્યાં ત્યારે ઘર ખુલ્લું હોવાથી તેમને શંકા ગઈ હતી. દરમ્યાન તેમની દીકરી  કીર્તિએ ઘરે પ્ાહોંચીને એમ જણાવ્યું કે તેના કીમતી દાગીના પણ ગાયબ છે તેથી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ મામલે પોલીસે વધુ તપાસ કરતાં બાતમી મળી કે કીર્તિના બે મિત્રો ઘરે આવ્યા હોવાની માહિતી કીર્તિએ પોલીસતપાસ દરમ્યાન છુપાવી હતી. પોલીસે કીર્તિના મિત્રો ૨૭ વર્ષના આસિફ અકબર ખાન તથા ૨૭ વર્ષના સચિન શિંદેની ઊલટતપાસ કરતાં તેમણે ગુન્ાામાં ભાગીદાર હોવાની કબૂલાત કરી હતી. જોકે આસિફ સાથે ભાગીને લગ્ન કરવા માગતી કીર્તિએ રૂપિયા મેળવવા જ સમગ્ર પ્લાન ઘડ્યો હોવાની વાત કરી હતી. પોલીસ ત્રણે આરોપીઓને આજે ર્કોટમાં રજૂ કરશે. જોકે પ્રેમી સાથે ઘરેથી ભાગી જવા માટે પોતાના ઘરમાં જ ચોરી કરાવવાનો પ્લાન કીર્તિને એક સિરિયલ જોઈને આવ્યો હતો. કીર્તિએ પોતાના ઘરની બારી પાસે ચાવી મૂકી હતી, જે આસિફે લઈને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

આસિફ અને કીર્તિની મુલાકાત એક કેટરિંગ ઇવેન્ટ દરમ્યાન થઈ હતી. જોકે કીર્તિના ભાઈ આશુતોષે જણાવ્યું કે તેની બહેનને આસિફ તથા તેના મિત્રે પોતાના ઘરમાં ચોરી કરવા માટે ઉશ્કેરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK