પબ્લિકે ત્રણ કિલોમીટર સુધી પીછો કરીને કિલર ડ્રાઇવરને પકડી પાડ્યો

Published: 2nd November, 2011 20:57 IST

રે રોડના સેન્ટ લુઇસ બ્રિજ પાસે ફૂટપાથ પર સૂતેલી ૩૦ વર્ષની એક મહિલા તથા તેની ત્રણ પુત્રીઓને એક ટ્રેલરે કાબૂ ગુમાવી અડફેટમાં લેતાં તેમનાં મોત થયાં હતાં. ટ્રેલરના ડ્રાઇવરે ત્યાંથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકોએ તેને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. આ ઘટના ગઈ કાલે સવારે ૫.૩૦ વાગ્યે સાંઈનાથનગર પાસે બની હતી.

 

 

૩૦ વર્ષની સોનાલી શેખ તથા તેની ત્રણ પુત્રીઓ ૧૦ વર્ષની લુફ્તા, ૬ વર્ષની શબાના અને બે વર્ષની યાસિમ ફૂટપાથ પર સૂતાં હતાં ત્યારે ગુલ પ્રહ્લાદ ગૌર નામના ૨૫ વર્ષના ડ્રાઇવરે ટ્રેલર પરથી કાબૂ ગુમાવતાં ટ્રેલર તેમનાં માથાંને કચડીને પસાર થઈ ગયું હતું અને તેમનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ ઘટના બાદ તરત જ લોકોનાં ટોળાં ત્યાં ભેગાં થઈ ગયાં હતાં એટલે ડ્રાઇવરે ત્યાંથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકોએ તેને ત્રણ કિલોમીટર દૂર સુધી પીછો કરીને પકડી પાડ્યો હતો. ભાયખલા પોલીસે કહ્યું હતું કે મૃત્યુ પામનાર સોનાલી કામવાળી બાઈ તરીકે કામ કરતી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK