એક મૌલવીએ આઠ વર્ષ પહેલાં જ મોદી સાથે સદ્ભાવના સ્થાપી હતી

Published: 28th October, 2011 01:18 IST

અમદાવાદ: ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં અમદાવાદમાં સદ્ભાવના મિશન અંતર્ગત ત્રણ દિવસ અનશન કરીને બીજા ધર્મના સંપ્રદાયો સાથે નાતો બાંધવાની કોશિશ કરી હતી, પરંતુ ઇંગ્લૅન્ડના એક મૌલવી એવા છે જેમણે ગોધરાકાંડ પછી આખા ગુજરાતમાં કોમી હુલ્લડો થયાં એના દોઢ વર્ષ પછી એટલે કે ઑગસ્ટ ૨૦૦૩માં પોતાની કોમના વિરોધ અને ક્રોધ છતાં મોદી સાથે ઇંગ્લૅન્ડમાં સંવાદ કર્યો હતો. 

 

લંડનસ્થિત વલ્ર્ડ ઇસ્લામિક ફોરમના ૬૬ વર્ષના ચૅરમૅન મૌલાના મન્સૂરીને મોદી સાથે કરેલી મીટિંગ વિશે કોઈ ખેદ નથી. તેમણે કહ્યું હતું કે મારી કોમના લોકોની ટીકા છતાં મેં યોગ્ય પગલું ભર્યું હતું. એ મીટિંગમાં મોદીએ ક્રોધિત મૌલાનાને શાંતિથી સાંભળ્યા હતા.  હાલમાં અમદાવાદ આવેલા મૌલાનાએ એ મીટિંગ વિશે કહ્યું હતું કે ‘મોદીએ મને શાંતિથી સાંભળ્યા હતા અને કબૂલાત કરી હતી કે રમખાણો થવાં જોઈતાં નહોતાં. તેમણે મને શાંતિ અને વિકાસની ખાતરી આપી હતી. હું એ મીટિંગ બાદ મોદીને ફરી મળ્યો નથી. હું હોગની ઇન્ટરનૅશનલ ર્કોટ ઑફ જસ્ટિસમાં ફરિયાદ કરવાનું વિચારતો હતો, પરંતુ મને મોદી સાથે વાતચીત કરવાની તક મળી હતી અને મેં એ ઝડપી લીધી હતી.’  મૌલાના ૧૯૭૫થી ઇંગ્લૅન્ડમાં રહે છે અને તેઓ ઇસ્લામિક પાઠ્યક્રમનું આધુનિકીકરણ કરી રહ્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK