દિલ્હી હાઈ ર્કોટ બ્લાસ્ટની મહત્વની કડીમાં એક તબીબી વિદ્યાર્થીની પૂછપરછ

Published: 8th October, 2011 17:30 IST

નવી દિલ્હી: નૅશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી (એનઆઇએ)એ ગયા મહિને દિલ્હી હાઈ ર્કોટની બહાર રિસેપ્શન એરિયામાં થયેલા બૉમ્બબ્લાસ્ટના કાવતરાની મુખ્ય લિન્ક ગણાતા એક મેડિકલ સ્ટુડન્ટની ધરપકડ કરી હતી. આ બૉમ્બબ્લાસ્ટમાં ૧૫ જણ મૃત્યુ પામ્યા હતા અને ૭૦ જણ ઈજા પામ્યા હતા.

 

એનઆઇએએ બંગલા દેશમાં યુનાની મેડિસીનના વિદ્યાર્થી વાસીમ અહમદની ધરપકડ કરી હતી. જોકે એ વાતની સત્તાવાર માહિતી નથી મળી કે વાસીમની ભારત-બંગલા દેશ સરહદ પરથી ધરપકડ કરવામાં આવી હતી કે ઢાકાએ તેને પકડીને ભારતને સુપરત કર્યો હતો. એનઆઇએએ દિલ્હી બ્લાસ્ટ સંદર્ભમાં પકડેલા ત્રણ જણમાંથી એકને છોડી દીધો છે. વાસીમને દિલ્હી બ્લાસ્ટના ચાવીરૂપ કાવતરાખોર જુનૈદ અકરમ વિશે પણ પૂછપરછ કરવામાં આવી હતી. તપાસકારોને શંકા છે કે આબ્લાસ્ટ હરકત-ઉલ-જેહાદ-ઇસ્લામી (હુજી)એ નહીં, પરંતુ હિઝબુલ મુજાહિદ્દીને કર્યો હશે. એક રિપોર્ટ પ્રમાણે હિઝબુલ મુજાહિદ્દીનનો એરિયા કમાન્ડર જુનૈદ તો વાસીમનો ભાઈ છે અને હાલમાં તે ફરાર છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK