આ આંદોલનમાં તેમણે એવી પણ માગણી મૂકી છે કે તેમને સરકારી કર્મચારીનો દરજ્જો મળે. જો રિક્ષાનું ભાડું ૧૯ રૂપિયા કરવામાં ન આવ્યું તો ૯ નવેમ્બરથી બેમુદત હડતાળ પર જવાની મુંબઈ ઑટોરિક્ષામેન્સ યુનિયનના અધ્યક્ષ શરદ રાવે ધમકી આપી છે.
છેલ્લા થોડા દિવસથી આરટીઓ (રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ) દ્વારા ફૉલ્ટી મીટરો હોય અને મીટર સાથે ચેડાં કયાર઼્ હોય એવા ડ્રાઇવરો વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યાં હોવાને કારણે રિક્ષાડ્રાઇવરો ગઈ કાલે એક દિવસ માટે ધરણાં પર બેઠા હતા. જોકે જે લોકો રિક્ષા ચલાવી રહ્યા હતા તેમની મારપીટ થઈ હોવાથી બાકીના ડ્રાઇવરોએ રિક્ષા બહાર કાઢી જ નહોતી. યુનિયને ગઈ કાલે તેમની ડિમાન્ડનું લિસ્ટ ટ્રાન્સપોર્ટ કમિશનર વી. મોરેને આપ્યું હતું. ટ્રાન્સપોર્ટ કમિશનરે કહ્યું હતું કે પહેલાં આ ડિમાન્ડનો અભ્યાસ કરવામાં આવશે અને ત્યાર બાદ ૧૪ ઑક્ટોબરે એ બાબતે ચર્ચા કરવામાં આવશે. મુંબઈ ઑટોરિક્ષામૅન્સ યુનિયનના અધ્યક્ષ શરદ રાવે આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે જો સરકાર અમારી ડિમાન્ડ પૂરી નહીં કરે તો અમે ૯ નવેમ્બરથી બેમુદત હડતાળ પર ઊતરીશું.
બાંદરામાં ગઈ કાલે સવારે દસ વાગ્યે મુંબઈ ઑટોરિક્ષામૅન્સ યુનિયનના વેસ્ટર્ન સબબ્ર્સના અને ઈસ્ટર્ન સબબ્ર્સના રિક્ષામાલિકો તથા ડ્રાઇવરો બાંદરામાં આવેલી સ્ટેટ ટાન્સપોર્ટ કમિશનરની ઑફિસની બહાર વિરોધપ્રદર્શન કરી રહ્યા હતા, પરંતુ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ અને આરટીઓને યુનિયને મૂકેલી ડિમાન્ડમાં મજાક સિવાય કંઈ લાગી રહ્યું નથી. જો બધી રિક્ષાઓને શૅર બેઝિઝ પર કરવામાં આવે તો એના બધા પ્રયાસો વ્યર્થ થઈ જશે. જો સિનિયર સિટિઝનો, મહિલાઓ અથવા બાળકોને રિક્ષામાં જવું હોય તો તેઓે કઈ રીતે જશે એવો સવાલ આરટીઓના અધિકારીએ કયોર્ હતો. યુનિયનને રિક્ષા મીટરો પર દોડે એ જોઈતું નથી અને ઇલેક્ટ્રૉનિક મીટરનો તો તેઓ વિરોધ જ કરે છે.
જે રિક્ષાવાળાઓ રિક્ષા ચલાવી રહ્યા હતા તેમણે પ્રવાસીઓ પાસેથી ત્રણગણું ભાડું માગ્યું હોવાના અનેક બનાવો નોંધાયા હતા. રિક્ષા ન મળતી હોવાથી પ્રવાસીઓએ બસની રાહ જોવી પડી હતી. જોકે બસ ફુલ હોવાથી બસસ્ટૉપ પર ઊભી રહેતી નહોતી, જેને કારણે મુંબઈગરાની હાલાકીમાં વધારો થયો હતો. વિક્રોલીના એક રિક્ષાડ્રાઇવરે કહ્યું હતું કે ‘હું રોજ શૅરિંગ બેઝિઝ પર રિક્ષા ચલાવું છું. જે રિક્ષાડ્રાઇવરો આંદોલનમાં જોડાયા છે તેઓ મીટરની વિરુદ્ધમાં છે. મારે ગઈ કાલના દિવસમાં કમાવું હતું એટલે હું વિક્રોલી રેલવે-સ્ટેશનથી કન્નમવરનગરના રૂટ પર એક પ્રવાસીના વીસ રૂપિયા લઈ રહ્યો હતો.’
બીજા એક રિક્ષાડ્રાઇવરે કહ્યું ïહતું કે ‘મારા દીકરાને ખૂબ તાવ હોવાથી મેં મારી રિક્ષાના મીટરને કપડાથી બાંધી દીધું હતું અને રિક્ષા લઈને તેને વિક્રોલીની મહાત્મા ફુલે હૉસ્પિટલ લઈ ગયો હતો. જોકે લોકો મારી મારપીટ કરશે એનો મને ડર હતો.’
કાંદિવલીમાં રિક્ષાની રાહ જોઈ રહેલા એક ભાઈએ કહ્યું હતું કે ‘રિક્ષાવાળાઓએ છેલ્લા એક મહિનામાં ત્રીજી વાર લોકોને હેરાન કર્યા છે. આરટીઓએ ફૉલ્ટી મીટરને કારણે કાર્યવાહી કરી એને કારણે તેઓ બે દિવસ રિક્ષા રોડ પર લાવ્યા જ નહીં. જો સરકાર તેમની માગણીઓ પૂરી ન કરતી હોય તો એને કારણે પ્રવાસીઓએ હેરાનગતિનો સામનો કેમ કરવો પડતો હોય છે એ મને નથી સમજાતું. દર સોમવારે તેઓ કોઈ ને કોઈ કારણસર આંદોલન કરવા માટે રિક્ષા બહાર કાઢતા નથી. રિક્ષા ન મળવાને કારણે મારે બસની રાહ જોવી પડી હતી, પરંતુ એ પણ ખીચોખીચ આવતી હતી.’
૧૫૦૦ ડ્રાઇવરોને દંડ
આરટીઓએ મુંબઈ, પનવેલ અને થાણેમાં ૫૫૦૦ જેટલી રિક્ષાનાં મીટરો ચેક કયાર઼્ હતાં. એમાંથી ૧૫૦૦ જેટલાં મીટરો સાથે ચેડાં કરવામાં આવ્યાં હતાં અથવા તો રિક્ષાડ્રાઇવર દ્વારા ભાડા માટે આવવાની મનાઈ કરવામાં આવી હતી. ફાઇનરૂપે આ ડ્રાઇવરો પાસેથી છ લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા.
હમણાં નહીં થાય મુંબઈમાં લૉકડાઉન, CMના અલ્ટિમેટમના 10 દિવસ થયા પૂરા
4th March, 2021 07:27 ISTલૉકડાઉનમાં 10 વર્ષના આ છોકરાએ ઉડિયામાં 104 પાનાંની રામાયણ લખી
2nd March, 2021 08:23 IST21 વર્ષ પછી ગંગુબાઇ કાઠિયાવાડીમાં સાથે આવશે અજય અને સંજય લીલા ભણસાલી
27th February, 2021 11:49 ISTમહારાષ્ટ્ર બૉર્ડે 10 અને 12માં ધોરણની પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર કર્યુ
27th February, 2021 10:20 IST