પટનામાં છઠપૂજા દરમ્યાન નાસભાગ મચતાં ૨૦નાં મોત

Published: 20th November, 2012 05:46 IST

ગંગા નદીના ઘાટ પર લાકડાનો કામચલાઉ પુલ તૂટ્યાં બાદ ગભરાયેલા લોકો ભાગવા લાગ્યા એમાં વીજળીનો તાર તૂટ્યાંની અફવાએ બળતામાં ઘી હોમ્યુંપટનામાં ગઈ કાલે ગંગા નદીના કાંઠે છઠ પૂજા દરમ્યાન નાસભાગ મચતાં ૨૦ લોકોનાં મોત થયા હતા અને ૪૦થી વધારેને ઈજા પહોંચી હતી. મૃતકોમાં બાળકો અને મહિલાઓની સંખ્યા સૌથી વધારે છે. ગંગા નદીના અદાલતગંજ ઘાટ પર વþત રાખનારાઓ માટે બનાવવામાં આવેલા લાકડાનો કામચલાઉ પૂલ તૂટી પડતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. એ પછી વીજળીનો તાર તૂટી પડ્યો છે એવી અફવા ફેલાતાં લોકો સાંકડી ગલીમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા એ દરમ્યાન કેટલાક લોકોનાં કચડાઈ જવાથી મોત થયાં હતાં. અનેક મહિલાઓના હાથમાંથી બાળકો નીચે પડી ગયાં હતાં. લોકો ડૂબતા સૂર્યને અઘ્ર્ય આપી રહ્યા હતા ત્યારે આ હોનારત સર્જાઈ હતી. ભારતમાં છેલ્લા એક દસકામાં ધાર્મિક સ્થળોએ નાસભાગની ઘટનામાં એક હજારથી વધારે લોકોનાં મોત થયાં છે.

ગંગા નદીના મહેનદ્ર ઘાટ પર ગઈ કાલે હજારોની સંખ્યામાં લોકો ઊમટ્યાં હતા ત્યારે ભારે વજનને કારણે લાકડીનો પૂલ તૂટી પડ્યો હતો. ભાગી રહેલા લોકો અદાલતગંજ ઘાટ તરફ આવ્યા હતા જ્યાં વીજળીનો તાર તૂટી પડ્યો હોવાની અફવા ફેલાતાં લોકોમાં ગભરાટ વધ્યો હતો. સ્થાનિક વહીવટી તંત્ર સ્થિતિને કાબૂમાં લે એ પહેલાં ૨૦ લોકોનાં મોત થઈ ચૂક્યાં હતાં. વહીવટી તંત્ર તથા નાગરિકોએ ઘાયલોને પટના મેડિકલ કૉલેજની હૉસ્પિટલમાં પહોંચાડ્યા હતા. હોનારત બાદ મોટી સંખ્યામાં લોકો બાળકો અને પરિવારની મહિલાઓને શોધવા નીકળ્યાં હતા. કેટલાક લોકો નદીમાં કૂદી પડ્યા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવે છે.

ધાર્મિક સ્થળે ક્રાઉડ મૅનેજમેન્ટ વિશેની જાહેર હિતની અરજી સુપ્રીમ ર્કોટે નકારી


પટનામાં છઠ પૂજાના તહેવાર નિમિત્તે ભાગદોડમાં અનેકનાં મોત નીપજ્યાં છે ત્યારે ગઈ કાલે જ સુપ્રીમ ર્કોટે ધાર્મિક સ્થળે ક્રાઉડ મૅનેજમેન્ટ માટે કાયદો ઘડવા રાજ્યોને નર્દિેશ આપવાની માગણી કરતી જાહેર હિતની અરજી ફગાવી દીધી હતી. વિનીત ધન્ડા નામના વકીલે ધાર્મિક સ્થળ તથા ધાર્મિક તહેવારો દરમ્યાન ગેરવ્યવસ્થાને કારણે સર્જાતી નાસભાગ જેવી ઘટનાઓમાં અનેક લોકોનાં મોત થતાં હોવાનું જણાવતાં ક્રાઉડ મૅનેજમેન્ટ માટે કાયદાની માગણી કરી હતી. સુપ્રીમ ર્કોટે અરજદારને હાઈ ર્કોટમાં જવાની સલાહ આપતાં તેમની અરજી નકારી હતી. અરજદારે અગાઉ ધાર્મિક સ્થળ ક્રાઉડ મૅનેજમેન્ટ માટે માર્ગરેખા ઘડવા ગૃહ મંત્રાલયને પણ અપીલ કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK