ગાંધીનગર: સેલ્ફીના ચક્કરમાં MP કુંડારિયાના ભાણિયા સહિત 2 યુવકો ડૂબ્યાં કેનાલમાં

Published: Jan 25, 2019, 13:33 IST | ગાંધીનગર

ગાંધીનગર પાસે આવેલી જાસપુર કેનાલમાં ગઈકાલે મોડી રાતે સેલ્ફી લેવા જતા કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં ભણતા 2 યુવાનોના મોત થઈ ગયાં છે.

ગાંધીનગર પાસે કેનાલમાં ડૂબી જતાં 2 યુવાનોના મોત.
ગાંધીનગર પાસે કેનાલમાં ડૂબી જતાં 2 યુવાનોના મોત.

વારંવાર સેલ્ફી લેવા જતા મોત થઈ હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોવા છતાંપણ લોકો જોખમી જગ્યા હોય ત્યાંય સેલ્ફી લેવાનું ચૂકતા નથી. ગાંધીનગર પાસે આવેલી જાસપુર કેનાલમાં ગઈકાલે મોડી રાતે સેલ્ફીના લીધે મોતની ઘટના સામે આવી છે. કલોલ તાલુકાના જાસપુર કેનાલમાં કર્ણાવતી યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓ ડૂબી ગયા છે. આ યુવાનો મોરબીના હતા. એનડીઆરએફની ટીમે ગઈકાલે મોડી રાતે તપાસ શરૂ કરી હતી.

આ ચકચારી કિસ્સામાં પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, મૂળ મોરબીના ધર્મીન કાસુદ્રા (ઉ.વ 20) તેમજ પ્રીત આદ્રોજા (ઉ.વ 19) અત્યારે ગાંધીનગર તાલુકાના ઉવારસદ ગામે આવેલી કર્ણાવતી યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા હતા અને કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યાં હતા. ગુરુવારે બપોરે 2.30 વાગ્યે બધા મિત્રો કલોલ તાલુકામાં આવેલા જાસપુર ગામમાંથી પસાર થઈ રહ્યાં હતા, ત્યારે કેનાલ પાસે સેલ્ફી લેવા માટે ઉભા રહ્યાં હતા. તે વખતે સેલ્ફી પાડતા એક યુવાનનો પગ લપસતા તે કેનાલમાં પડી ગયો હતો. પોતાના મિત્રને બચાવવા માટે બીજાએ પણ કેનાલમાં ઝંપલાવ્યું.

આ પણ વાંચો: અમદાવાદ: ટ્રાફિક પોલીસની આજે મેગા ડ્રાઈવ, 20 પોલીસ ટીમો તૈયાર

ત્યારબાદ ગઈકાલે મોડી રાતે બંને યુવાનો માટે કેનાલ બંધ કરીને શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જોકે રાતે અંધારું હોવાથી તપાસ કરવામાં સમસ્યા થઈ રહી હતી. સવારથી આ યુવાનોને શોધવાની કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી. એક યુવાન મોરબીનો છે અને તે ભણવા માટે ગાંઘીનગર આવ્યો હતો. બંને યુવાનો કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતા હતા. આ બંને વિદ્યાર્થીઓમાં ધર્મીન કાસુદ્રા નામનો વિદ્યાર્થી રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાનો ભાણેજ થાય છે. ગઈકાલે તેનો જન્મદિવસ હોવાથી તે મિત્રો સાથે ફરવા ગયો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK