બિટકોઇનના કારણે ચર્ચામાં આવેલ ખંભાળીયાની નિશા ગોંડલિયા પર 2 રાઉન્ડ ફાયરીંગની ઘટના સામે આવી છે. મળી રહેલ માહિતી પ્રમાણે પોતાની કાર પર નિશા ગોંડલિયા જામનગર આવી રહી હતી. દરમિયાન આરાધના ધામ પાસે અજાણ્યા શખ્સોએ તેમના પર બે રાઉન્ડ ફાયરિંગ કરતા તેના માથા પર ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાની તુરંત બાદ તેમને 108થી ખંભાળિયા હોસ્પિટલમાં સારવારમાં માટે ખસેડવામાં આવ્યા છે.
અગાઉ CID ક્રાઇમને પત્ર પાઠવી પોતાની હત્યા અંગે શંકા વ્યક્ત કરી હતી
જામનગરની નિશા ગોંડલીયા 2 મહિના પહેલાં વાલ્કવેશ્વરી નગરીમાંથી જતા હતાં ત્યારે બાઈક પર આવેલા બે શખ્સોએ ફાયરીંગ કરવાનો પ્રયાસ કરવાની ફરીયાદ પોલીસમાં નોંધાવી હતી. તે ઉપરાંત નિશાએ પોતાના બનેવીના મોબાઈલમાંથી કરોડો રૂપિયાના બિટકોઈન જયેશ પટેલે પડાવી લીધાની પણ રાજકોટ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન
નિશા ગોંડલિયાએ હજું 15 દિવસ પહેલા જ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાના પર ખતરો હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત નિશાએ સીઆઈડી ક્રાઈમને પણ પત્ર પાઠવી પોતાની હત્યા જયેશ પટેલ કરાવી નાખશે તેવી આશંકા વ્યક્ત કરી હતી.
૪૦થી વધુ ગાયોનાં મોતથી હાહાકાર, મનપા-કમિશનરને રજૂઆત કરતાં ગૌરક્ષકોની અટકાયત
Dec 04, 2019, 09:21 ISTઆઠ વર્ષીય બાળકી દુષ્કર્મ કેસ : આરોપીને સ્થળ પર લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું
Dec 04, 2019, 09:14 ISTગાંધીજીએ જ્યાં બેસીને સત્યાગ્રહ કર્યો એ જ શાળામાંથી પકડાયો દારૂ
Nov 30, 2019, 07:53 ISTઅમદાવાદ-રાજકોટ સેમી હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટને મળી મંજુરી, હવે 2 કલાકમાં પહોંચશે રાજકોટથી અમદાવાદ
Nov 26, 2019, 14:36 IST