મલબાર હિલ તેમ જ ભાંડુપમાં મહિલાઓની છેડતીના બનાવ

Published: 24th December, 2012 05:43 IST

એકમાં બીજેપી વૉર્ડ-પ્રેસિડન્ટે માછલી વેચતી મહિલા પાસે અણછાજતી માગણી મૂકી તો બીજી ઘટનામાં સુપરવાઇઝરે બોલી તેમ જ સાંભળી ન શકતી કર્મચારીનો વિનયભંગ કર્યોબે અલગ-અલગ બનાવમાં મુંબઈપોલીસે મહિલાઓની છેડતી કરનારા બે પુરુષોની ધરપકડ કરી હતી. પહેલા કેસમાં મલબાર હિલ પોલીસે બીજેપીના વૉર્ડ-પ્રેસિડન્ટની એક માછીમાર મહિલા પાસે અણછાજતી માગણી કરવા બદલ ધરપકડ કરી હતી. તો બીજા કેસમાં ફૅક્ટરીમાં ૩૮ વર્ષની બોલી તેમ જ સાંભળી ન શકતી એક મહિલાની કથિત છેડતી કરનારા બિસ્કિટ કંપનીના સુપરવાઇઝરની ધરપકડ કરવામાં આવી હતી.

વૉર્ડ-નંબર ૨૧૪ના બીજેપીના વૉર્ડ-પ્રેસિડન્ટ મોહન નારાયણપ્રસાદ સેની ઉર્ફે પાપી સેનીની મલબાર પોલીસે ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ મલબાર હિલના બાણગંગા વિસ્તારમાં મહિલા પતિ તેમ જ ત્રણ બાળકો સાથે રહે છે. પાપી સેનીએ મુંબઈ મહાનગરપાલિકાને ફરિયાદ કરતાં તેનો માછલી વેચવાનો ધંધો બંધ કરવામાં આવ્યો હતો. આ મહિલાનો અન્ય એક બાબતમાં તેના ઘરની બાજુમાં રહેતી મહિલા સાથે કોઈક કારણોસર ઝઘડો થતાં મામલો મલબાર હિલ પોલીસ-સ્ટેશન પહોંચ્યો હતો. ત્યાં પોલીસ-સ્ટેશનની બહાર પાપી સેનીએ મહિલાની સામે જ તેના પતિને કહ્યું હતું કે તારી પત્નીના મારી સાથે સંબધો છે. આમ કહીને તેણે  પતિ-પત્ની વચ્ચે ખટરાગ પેદા કરવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસ-ઑફિસરે કહ્યું હતું કે ‘સમગ્ર મામલે મહિલાએ લોકલ કૉર્પોરેટરને ફરિયાદ કરતાં તેણે પાપી સેનીને પોતાના ઘરે બોલાવ્યો હતો. ત્યાં પણ તેણે કહ્યું હતું કે જો મહિલા મારી સાથે શારીરિક સંબધો બાંધશે તો જ તેને માછલી વેચવા દેશે. પરિણામે મહિલાએ આ વાત પોતાના પતિને કહેતાં તેણે મલબાર પોલીસ-સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. શનિવારે રાત્રે જ તેની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનો ૧૫,૦૦૦ રૂપિયાના જામીન પર છુટકારો થયો છે.’

અન્ય એક બનાવમાં ભાંડુપ (વેસ્ટ)ના એલબીએસ માર્ગ પર એશિયન પેઇન્ટ્સ નજીક આવેલી શાંગ્રિંલા બિસ્કિટ્સ ફૅક્ટરીના સુપરવાઇઝર ચંદ્રશેખર બાણેની પોલીસે ધરપકડ કરી હતી. ભાંડુપ ડિવિઝનના અસિસ્ટન્ટ પોલીસ-કમિશનર મહાદેવ ગુન્દેવાડીએ આ વિશે કહ્યું હતું કે ‘શનિવારે દરરોજ પ્રમાણે મહિલાએ પોતાનું રોજિંદું કામ પૂરું કર્યું ત્યારે ચંદ્રશેખર બાણે ત્યાં જઈને તેના પ્રાઇવેટ પાર્ટ્સને સ્પર્શ કરવા લાગ્યો હતો. મહિલાની એક સાથી કર્મચારીએ આ ઘટનાને જોઈને મૅનેજમેન્ટ સમક્ષ એની ફરિયાદ કરી હતી.’


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK