મળતી માહિતી પ્રમાણે મૃતક બાળક રવિવાર સવારથી ગુમ હતો. 13 વર્ષના માસૂમ બાળક રાજના માતા પિતા બંને કામ પરથી પાછા આવ્યા અને રાજ ન મળતા શોધખોળ હાથ ધરી હતી. જોકે રાજનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આખરે પરિવારજનોએ ડિંડોલી પોલીસ મથકમાં રાજની અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
જો કે પોલીસ બાળકની શોધખોળ શરૂ કરે તે પહેલા જ રવિવારે રાત્રે 10 વાગ્યાના અરસામાં ભેસ્તાન સ્વપ્ન સૃષ્ટિ રો-હાઉસની બાજુમાં આવેલ મેદાનની ખુલ્લી રૂમમાંથી રાજની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતાં જ ડિંડોલી પોલીસ અને ઉપરી અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક ધોરણે આ બનાવમાં સોસાયટીના CCTV ફૂટેજ અને લોકોના નિવેદન નોંધવાનું શરૂ કર્યું હતું. દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે રાજ સોસાયટીના જ અન્ય 3 બાળકો સાથે જતા નજરે પડ્યો હતો. જેના આધારે પોલીસે 3 પૈકી 2ની પૂછપરછ હાથ ધરી હતી.
આ પણ વાંચો: જૂનાગઢઃજેતલવડ ગામે 4 બાળકો સાથે મહિલાનો આપઘાત
આખરે બન્ને બાળકો પૂછપરછ દરમિયાન ભાંગી પડ્યા હતા અને પોતે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપી બાળકને ત્યાંથી સફેદ કબૂતર મૃતક રાજના ઘરે ઉડીને ગયું હતું. જેથી તેને જ કબૂતરની ચોરી કરી હોવાની આશંકાએ રાજને પાણી સપ્લાયનું કામ અપાવવાની લાલચ આપી હતી અને પોતાની સાથે લઈ ગયા હતા. જ્યાંની રૂમમાં રાજ પર ચપ્પુ વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
હાલ આ બનાવમાં પોલીસે અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરી છે. હત્યા બાદ આ આરોપી ઘરેથી ભાગી છૂટ્યો હતો. મૃતક બાળક અને હત્યારા બાળકો બંને ધોરણ-9માં ભણતા હોવાનું સામે આવ્યું છે.
સુરતની સાડી પર હવે સર્જિકલ સ્ટ્રાઇક
Feb 23, 2019, 08:03 ISTટ્રાફિકની સમસ્યા નિવારવા માટે ગુજરાત સરકાર બનાવશે 75 ફ્લાયઑવર
Feb 20, 2019, 16:08 ISTસુરત: સમૂહ લગ્નમાં આવેલી રકમ અપાશે શહીદોના પરિવારોને
Feb 18, 2019, 14:44 ISTસુરત: મિત્રના લગ્નમાં હાજરી આપવા આવેલા અલ્પેશ કથીરિયાની ધરપકડ
Feb 18, 2019, 11:56 IST