Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > થાણેમાં બે નવજાત શિશુ ત્યજી દેવાયા

થાણેમાં બે નવજાત શિશુ ત્યજી દેવાયા

18 December, 2012 03:21 AM IST |

થાણેમાં બે નવજાત શિશુ ત્યજી દેવાયા

થાણેમાં બે નવજાત શિશુ ત્યજી દેવાયા






થાણેમાં ગઈ કાલે બે અલગ ઘટનાઓમાં બે બાળકો ત્યજી દેવાયેલાં મળી આવ્યાં છે જેમાંથી એક બાળકનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય બાળકને થાણેની સિવિલ હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.


પહેલી ઘટનામાં ગઈ કાલે સવારે ૬ વાગ્યે થાણે સ્ટેશનની બહાર વેસ્ટ સાઇડમાં એક ૩ દિવસનો છોકરો ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવ્યો હતો. નગર પોલીસને આ બાબતે જાણ થતાં તરત જ તેનો કબજો લેવામાં આવ્યો હતો અને તેને થાણેની સિવિલ  હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.


બીજી ઘટનામાં થાણે (વેસ્ટ)માં વાગળે એસ્ટેટના એક નાળામાંથી એક દિવસની બાળકી મળી આવી હતી. નજીકમાં રહેતા કોઈ રહેવાસીએ આ બાબતે પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે ધસી જઈ તેને બહાર કાઢી હતી, પણ એ બાળકી મૃત્યુ પામી હતી. પોલીસે બન્ને ઘટનામાં ત્યજી દેવાયેલાં બાળકોની માતાને શોધી કાઢવા તપાસ ચાલુ કરી છે.

Whatsapp-channel Whatsapp-channel

18 December, 2012 03:21 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK