૧૯૯૩ના બ્લાસ્ટનો દોષી ૧૨ દિવસમાં બે વખત વૉન્ટેડ

Published: 29th December, 2011 04:57 IST

મુંબઈમાં ૧૯૯૩માં થયેલા બૉમ્બબ્લાસ્ટનો દોષી તથા મુંબ્રામાં રહેતા એક બિલ્ડરની હત્યાનો પ્રયાસ કરવાના કેસમાં વૉન્ટેડ મોહમ્મદ શેખ છેલ્લા બાર દિવસમાં બે વખત પોલીસના હાથમાંથી છટકીને ભાગી ગયો હતો.માઝગાવના રહેવાસી અશરફ મન્સૂર ખાનને છરીના ઘા ઝીંકવાના કેસમાં સોમવારે મોહમ્મદ શેખ શિવરીની ફાસ્ટ ટ્રૅક કૉર્ટમાં હાજર થયો હતો. અશરફ મન્સૂર ખાને કહ્યું હતું કે ‘આવો હાર્ડકોર ક્રિમિનલ ૧૫ લોકોની સામે ભાગી ગયો એ બાબત પોલીસતંત્રને હાંસીપાત્ર બનાવે છે. થાણે અને મુંબઈના અધિકારીઓને મેં ૫૦ ફોન કર્યા હતા અને મુંબઈના પોલીસ-કમિશનરને એસએમએસ પણ મોકલ્યો હતો, પરંતુ મોહમ્મદ શેખને પકડવાની કોઈએ તસ્દી લીધી નહોતી. ચાર કલાક સુધી ફોન કર્યા બાદ મુંબ્રા પોલીસ-સ્ટેશનની એક ટીમ આવી, પરંતુ ત્યાં સુધીમાં તો વાત પૂરી થઈ ચૂકી હતી.’

૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટ કેસમાં ૧૦ વર્ષની સજા ભોગવનારા મોહમ્મદ શેખને ૨૦૦૭માં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ મુંબઈ અને થાણેમાં તેની સામે ચાર કેસ થતાં તેને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. 

અશરફે કહ્યું હતું કે ‘૧૪ ડિસેમ્બરે કોર્ટે તેની ધરપકડનો આદેશ આપ્યા બાદ ૧૫ પોલીસ તેને લઈને ર્કોટમાંથી બહાર નીકળ્યા બાદ તેણે તરત જ દોટ મૂકી હતી અને નજીકમાં પાર્ક થયેલું એક બાઇક લઈ તરત જ ફરાર થઈ ગયો હતો.’
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK