શિખ વિરોધી હિંસા કેસમાં બીગ બીને અમેરિકી કોર્ટનું સમન્સ

Published: 28th October, 2014 09:58 IST

સિખોના એક જૂથે દાખલ કરેલા માનવાધિકાર ઉલ્લંઘનના કેસમાં હિન્દી ફિલ્મોના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સામે અમેરિકાની એક અદાલતે સમન્સ ઇશ્યુ કર્યા છે. આ સમન્સનો ૨૧ દિવસમાં જવાબ પાઠવવાનો આદેશ કોર્ટ આપ્યો છે.


લોસ એંજલ્સ,તા.28 ઓકટોબર


ન્યુ યૉર્કસ્થિત સિખ ફૉર જસ્ટિસ અને ૧૯૮૪નાં સિખવિરોધી રમખાણોનો ભોગ બનેલા બે સિખો દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના અનુસંધાનમાં લૉસ ઍન્જલસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ આ સમન્સ ઇશ્યુ કર્યા છે. રમખાણનો ભોગ બનેલા બે સિખો પૈકીના એક બાબુસિંહ દુખિયા દિલ્હીના નિવાસી છે, જ્યારે મોહેન્દર સિંહ કૅલિફૉર્નિયામાં રહે છે.

૩૫ પાનાંની ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી એ પછી બચ્ચને લોકોને હિંસા કરવા ઉશ્ર્કેયા હતા. અનેક ભારતીય અગ્રણીઓને માનવાધિકારના ઉલ્લંઘનના મુદ્દે અદાલતમાં ઘસડવાના નિષ્ફળ પ્રયાસ આ સંગઠન ભૂતકાળમાં કરી ચૂક્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK