છત્તીસગઢમાં નક્સલવાદીઓના હુમલા બાદ ૧૭ જવાનો લાપતા

Published: Mar 23, 2020, 15:31 IST | Agencies | Raipur

હુમલા બાદ ૧૭ જવાનોના લાપતા થવાની ખબર છે જ્યારે ૧૪ ઘાયલ છે. ઘાયલ જવાનોને હવાઈ માર્ગે રાયપુર ખાતે સારવાર માટે લઈ જવાયા છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસે મચાવેલા કૅર વચ્ચે છત્તીસગઢના સુકમામાં નક્સલવાદીઓએ મોટો હુમલો કર્યો છે. ૨૦૨૦માં અત્યાર સુધીના સૌથી મોટા હુમલામાં શનિવારે બપોરે કુસમા વિસ્તારમાં નકસલીઓએ સુરક્ષા દળોની એક ટુકડી પર હુમલો કર્યો હતો. આ જવાનો સર્ચ ઑપરેશન પતાવીને પાછા ફરી રહ્યા હતા.

આ હુમલા બાદ ૧૭ જવાનોના લાપતા થવાની ખબર છે જ્યારે ૧૪ ઘાયલ છે. ઘાયલ જવાનોને હવાઈ માર્ગે રાયપુર ખાતે સારવાર માટે લઈ જવાયા છે.

લગભગ ૩૦૦ જવાનો સર્ચ ઑપરેશન માટે નીકળ્યા હતા અને પાછા ફરી રહ્યા હતા ત્યારે સેંકડો નક્સલીઓએ તેમને ઘેરીને હુમલો કર્યો હતો. ત્રણ કલાક સુધી સામસામે ફાયરિંગ ચાલ્યું હતું. એ પછી નક્સલીઓ ભાગી ગયા હતા. મોડી રાત સુધી જવાનોને અલગ અલગ ટીમો બનાવી કૅમ્પમાં પાછા લાવવામાં આવ્યા હતા. જોકે આ પૈકી ૧૭ જવાનોનો પતો રવિવારે સવાર સુધી મળ્યો નહોતો.
ગીચ જંગલો અને ખરાબ હવામાનના કારણે તેમની શોધખોળમાં વિઘ્ન આવી રહ્યું છે. જવાનોને શોધવા ડ્રોનની પણ મદદ લેવાઈ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK