કોઇમ્બતુરમાં દીવાલ ધસી પડતાં 17નાં મૃત્યુ

Published: Dec 03, 2019, 10:55 IST | Chennai

સ્કૂલ-કૉલેજ બંધ, પાણીમાં ફસાયેલા ૮૦૦ લોકોને ઉગારાયા : આગામી બે દિવસમાં વધુ વરસાદની આગાહી

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

તામિલનાડુમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે ઇરોડ જિલ્લામાં પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. સ્થાનિત તંત્રના જણાવ્યા મુજબ ભવાની નદી બે કાંઠે થતાં નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું અલર્ટ જારી કરીને તેમનું સ્થળાંતર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. દરમ્યાન રાજ્યના મેટ્ટુપલાયમમાં સોમવારે ભારે વરસાદને પગલે દીવાલ ધસી પડતાં મહિલાઓ સહિત ૧૭નાં મોત નીપજ્યાં હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. કેટલાક લોકો હજી પણ કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે.

બચાવ અને રાહતની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. બે દિવસથી મૂશળધાર વરસાદ પડી રહ્યો હોવાથી રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. મેટ્ટુપલાયમમાં ચાર ઘરમાં રહેતા લોકો પર ખાનગી કમ્પાઉન્ડ વૉલ પડતાં લોકો કાટમાળ નીચે દટાયા હતા. હવામાન વિભાગે આગામી ૨૪ કલાક માટે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરતાં છ જિલ્લામાં પૂરનું અલર્ટ આપ્યું છે. રાજ્યના નીચાણવાળા વિસ્તારના લગભગ ૮૦૦ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

રાજ્યમાં ભારે વરસાદને પગલે લોઅર ભવાની ડૅમ એની મહત્તમ સપાટી ૧૦૫ ફુટે જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત પાણીનો જથ્થો ૩૨ ટીએમસી ફુટ થયો છે, જ્યારે મહત્તમ સંગ્રહક્ષમતા ૩૨.૮ ટીએમસી ફુટ છે. પાણીની આવક ચાલુ રહેતાં પીડબલ્યુડી સત્તાધીશોને સોમવારે ડૅમમાંથી ૩૫૦૦થી ૧૧,૯૫૦ ક્યુસેક પાણીનો જથ્થો છોડવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો : દુષ્કર્મને રોકવા દોષીઓને ભીડને સોંપી દો: જયા બચ્ચન

રેવન્યુ વિભાગ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું અલર્ટ જાહેર કરીને લોકોને સલામત સ્થળે ખસી જવા ચેતવણી આપી છે. ભારે વરસાદને પગલે ચાલુ વર્ષે આ ડૅમ છઠ્ઠી વખત ઓવરફ્લો થયો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રામનાથપુરમ, તિરુનેલવેલી, તૂતીકોરિન, વેલ્લોર, તિરુવલ્લુરસ, તિરુવન્નમલાઈ જિલ્લામાં આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK