સગીરા પર રેપ : ૧૬ વર્ષના આરોપીની અરેસ્ટ

Published: 29th October, 2020 11:26 IST | Mumbai correspondent | Mumbai

પોલીસના જણાવ્યા મુજબ ભિવંડીમાં રહેતી ૧૫ વર્ષની કિશોરીને ૧૬ વર્ષના આરોપીએ ૪ સપ્ટેમ્બરે પોતાના ઘરે બોલાવી હતી અને તેના પર કથિત રીતે બળાત્કાર ગુજાર્યો હતો.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

થાણે-ભિંવડીમાં એક બેઠી ચાલમાં રહેતી ૧૫ વર્ષની સગીરા પર બળાત્કાર ગુજારવાની ઘટના બની હતી. પીડિતાએ આની જાણ પરિવારજનોને કરતાં તેમણે ફરિયાદ નોંધાવી હોવાથી આ મામલામાં પોલીસે ૧૬ વર્ષના સગીર આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ભિવંડીમાં રહેતી ૧૫ વર્ષની કિશોરીને ૧૬ વર્ષના આરોપીએ ૪ સપ્ટેમ્બરે પોતાના ઘરે બોલાવી હતી અને તેના પર કથિત રીતે બળાત્કાર ગુજાર્યો હતો. આ બાબતે કોઈને કંઈ કહ્યું તો મારી નાખવાની ધમકી આરોપીએ આપી હોવાથી કિશોરી ચૂપ રહી હતી.
આરોપી કથિત બળાત્કાર કર્યા બાદ પોતાના ઉત્તર પ્રદેશમાં આવેલા પ્રતાપગઢ ભાગી ગયો હતો. કિશોરીએ બાદમાં પોતાના પરિવારજનોને આ બાબતે કહેતાં તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીને તેના વતનમાંથી પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ત્યાંથી પલાયન થઈ ગયો હતો. બાદમાં તે ભિવંડીમાં હોવાની મળેલી માહિતીને આધારે તેને ઝડપી લેવાયો હતો.
ભિવંડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અજય કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સગીર આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ (બળાત્કાર) અને પોસ્કો હેઠળ ગુનો નોંધવામાં આવ્યા બાદ તેની ભિવંડીમાંથી ધરપકડ કરાઈ હતી.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK