Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૧૬ વર્ષની છોકરીએ પ્રેમી સાથે લગ્ન કરવા માતાનું મર્ડર કર્યું

૧૬ વર્ષની છોકરીએ પ્રેમી સાથે લગ્ન કરવા માતાનું મર્ડર કર્યું

23 November, 2012 05:43 AM IST |

૧૬ વર્ષની છોકરીએ પ્રેમી સાથે લગ્ન કરવા માતાનું મર્ડર કર્યું

૧૬ વર્ષની છોકરીએ પ્રેમી સાથે લગ્ન કરવા માતાનું મર્ડર કર્યું




૧૬ વર્ષની સ્કૂલ ડ્રૉપઆઉટ કિશોરી પોતાના પ્રેમી સાથે મૅરેજ કરવા માગતી હતી પણ તેની મમ્મી આ લગ્નની વિરુદ્ધ હતી તેથી રસ્તા પરનો કાંટો કાઢવાના આશયથી તેણે ૨૩ વર્ષના પ્રેમી સાથે મળીને માતાની હત્યા કરી હતી. હત્યાના ૧૦ જ દિવસ પછી બન્નેએ લગ્ન કરી લીધાં હતાં. પોલીસના જણાવ્યા પ્રમાણે બન્ને જણે ગળું દબાવીને મહિલાની હત્યા કરી હતી.





મહિલાના ભાઈએ થોડા દિવસો પછી પોતાની બહેન ગુમ થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. એ પછી પોલીસે મહિલાની દીકરી અને તેના પતિની પૂછપરછ કરતાં બન્નેના જવાબોમાં વિરોધભાસ જણાઈ આવતાં પોલીસને શંકા ગઈ હતી. એ પછી પોલીસે કડક પૂછપરછ કરતાં બન્નેએ સાચી હકીકત જણાવી દીધી હતી. ગોહાનાના પોલીસ-અધિકારી રાજીવકુમારે કહ્યું હતું કે માતાની હત્યા કર્યા બાદ દીકરીએ તેનો મૃતદેહ નજીકની કનૅલમાં નાખી દીધો હતો અને તે જલદી નાશ પામે એ માટે તેના પર ઘણું બધું નમક છાંટ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2012 05:43 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK