Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > નાની બહેનને બચાવવા માટે મગરમચ્છ સાથે 15 વર્ષના ભાઈએ ભીડી બાથ

નાની બહેનને બચાવવા માટે મગરમચ્છ સાથે 15 વર્ષના ભાઈએ ભીડી બાથ

16 November, 2019 03:42 PM IST | Mumbai

નાની બહેનને બચાવવા માટે મગરમચ્છ સાથે 15 વર્ષના ભાઈએ ભીડી બાથ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


ફિલીપીંસના દક્ષિણમાં આવલે પલાવનમાં એક ભાઈ પોતાની નાની બહેનને બચાવવા માટે મગરમચ્છ સામે લડ્યો. રિપોર્ટ પ્રમાણે 12 વર્ષની હૈના લિસા જોશ હાબી પોતાના 15 વર્ષના ભાઈ હાશિમની સાથે વાંસના એક નાનકડા પુલ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે લગભગ 14 ફૂટના મગરમચ્છે તેનો પગ પકડી લીધો અને તેને પાણીમાં ખેંચવા લાગ્યો. આ દરમિયાન તેના મોટા ભાઈએ બહાદુરી બતાવી અને પોતાની બહેનને બચાવી લીધી.

પથ્થરોથી મગરને ભગાવ્યો
હેનાએ જણાવ્યું કે પુલમાં વચ્ચે થોડો એવો ગેપ હતો, જ્યાં તેનો પગ ફસાયો અને મગરે તેને પકડી લીધી. જો કે તેના બહાદુર ભાઈએ આસપાસ પડેલા પથ્થરોથી મગર પર હુમલો કર્યો. જે બાદ તે હેનાથી દૂર થઈ ગયો. હેનાને આ અકસ્માત ગંભીર ઈજા થઈ છે. તેની સારવાર ચાલી રહી છે.

આ પણ જુઓઃ જાણીતા ક્રિકેટર્સની તેમના બાળકો સાથેની આ ક્યૂટ તસવીરો તમે ક્યારેય નહીં જોઈ હોય...



ભાઈએ બચાવ્યો જીવ
હેનાએ પોલીસને જણાવ્યું કે મગરમચ્છ તેનાથી મોટો હતો. તેના મોટા મોટા દાંત જોઈને હું ડરી ગઈ હતી અને રડવા લાગી હતી. જો મારો ભાઈ ડરી ગયો હતો તો હું આજે જીવતી ન હતો. મારા ભાઈએ મારી જિંદગી બચાવી છે. હાશિમે આ મામલે જણાવ્યું કે, અમે પુલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મને લાગ્યું કે મારી બહેન મારી પાછળ નથી. મે પાછળ વળીને જોયું તો મને મગર જોવા મળ્યો. મને કાંઈ ન સમજાયું તો મે તેને પથ્થર મારવાનો શરૂ કરી દીધા.


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2019 03:42 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK