ઉતારુ બસ સામેથી આવતી ટ્રક સાથે અથડાતાં 15 જણનાં મોત

Published: Dec 06, 2019, 12:36 IST | Rewa

મધ્ય પ્રદેશના રીવા વિસ્તારમાં ગુરુવારે સવારે એક ઉતારુ-બસ સામેથી આવતી ટ્રક સાથે અથડાતાં ૧૫ ઉતારુનાં મોત નીપજ્યાં હતાં અને બીજા ઘણાને ઈજા થઈ હતી.

અકસ્માત
અકસ્માત

મધ્ય પ્રદેશના રીવા વિસ્તારમાં ગુરુવારે સવારે એક ઉતારુ-બસ સામેથી આવતી ટ્રક સાથે અથડાતાં ૧૫ ઉતારુનાં મોત નીપજ્યાં હતાં અને બીજા ઘણાને ઈજા થઈ હતી. ગઈ કાલે સવારે છ વાગ્યાની આસપાસ આ ગંભીર અકસ્માત થયો હતો.
હજી પણ કેટલાક ઉતારુ બસમાં ફસાયેલા છે એવી જાણકારી મળી હતી. ઊગરી ગયેલા ઉતારુઓએ કહ્યું હતું કે બસનો ડ્રાઇવર ભયાનક સ્પીડે બસ ભગાવી રહ્યો હતો. પરિણામે બસ પરનો કાબૂ ગુમાવી બેઠો હતો અને સામેથી આવી રહેલી ટ્રક સાથે બસ અથડાઈ હતી.

આ પણ વાંચો : કર્ણાટકની પેટાચૂંટણીમાં કુલ 60 ટકા મતદાન

દુર્ઘટનાની માહિતી મળતાં તરત પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને રાહત-ટુકડીની મદદથી ઈજાગ્રસ્તોને તેમ જ બસમાં ફસાયેલા લોકોને મદદ કરી હતી. ઈજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં ખસેડાયા હતા. કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK