જુનાગઢમાં તપાસ કર્યા વગર જ 14 ક્લાસીસને મંજુરી આપતા વિવાદ વક્યો

Published: Jun 04, 2019, 15:03 IST | જુનાગઢ

સુરતમાં તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં લાગેલી આગમાં 22 વિર્ધાર્થીઓ ભડથું થયા બાદ રાજ્યમાં તમામ શહેરોમાં ટ્યુનશ ક્લાસીસમાં તવાઇ લાગી ગઇ છે. ત્યારે જૂનાગઢ ફાયરસેફટીના મુદ્દે 14 ટ્યુશન સંચાલકોને તપાસ કર્યા વગર મંજુરી આપી દેતા વિવાદ વકર્યો.

File Photo
File Photo

સુરતમાં તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં લાગેલી આગમાં 22 વિર્ધાર્થીઓ ભડથું થયા બાદ રાજ્યમાં તમામ શહેરોમાં ટ્યુનશ ક્લાસીસમાં તવાઇ લાગી ગઇ છે. ત્યારે આજે જુનાગઢ ટ્યુશન ક્લાસીસને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢ ફાયરસેફટીના મુદ્દે 14 ટ્યુશન સંચાલકોને મનપા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. મહત્વની વાત સામે આવી છે કે મનપા દ્વારા તપાસ કર્યા વગર જ આ મંજૂરી આપવામાં આવી છે અને તેની સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. મનપા દ્વારા હોટેલ ઉપર ચાલતા ટ્યુશન ક્લાસને પણ મંજૂરી આપવામાં આવી છે.


તમને જણાવી દઇએ કે, જુનાગઠમાં તપસ્વી ટ્યુશન ક્લાસને મંજૂરી નિયમ વિરુદ્ધ આપવામાં આવી હતી. આ મામલે મીડિયાકર્મીઓએ ફાયર ઓફિસરને જાણ કરતા તંત્ર હરકતમાં આવ્યુ હતું અને ત્યાર બાદ ફાયર ઓફિસર દ્વારા ત્વરિત સ્થળ પર પહોંચીને મંજૂરી રદ્દ કરવામાં આવી છે. મહત્વનુ છે કે, સુરતના અગ્નિકાંડ બાદ રાજ્યભરની ટ્યુશન ક્લાસીસ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યભરની ટ્યુશન ક્લાસીને ફાયર સેફ્ટી અને મનપા પાસેથી NOC મેળવવુ ફરજીયાત કરાયુ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK